વર્તમાન માલિક બ્રિટિશ કંપની ડિયાજિયો આ ટીમમાં પોતાના હિસ્સાનો આંશિક અથવા સંપૂર્ણ હિસ્સો વેચવાના વિકલ્પો શોધી રહી છે
IPL 2025ની વિજેતા ટીમ RCBની ફાઇલ તસવીર
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને લઈને વધુ કેટલાક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. વર્તમાન માલિક બ્રિટિશ કંપની ડિયાજિયો આ ટીમમાં પોતાના હિસ્સાનો આંશિક અથવા સંપૂર્ણ હિસ્સો વેચવાના વિકલ્પો શોધી રહી છે. આ અહેવાલને કારણે એની ભારતીય શાખા યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડના શૅરમાં ઉછાળો જોવા મળ્યો છે.
અહેવાલ અનુસાર ડિયાજિયો એની વૈશ્વિક કામગીરીને સરળ બનાવવા માટે એક મોટી વ્યૂહરચનાના ભાગરૂપે ભવિષ્ય વિશે સમીક્ષા કરી શકે છે. ડિયાજિયોએ પ્રીમિયમ આલ્કોહોલ ઉત્પાદનો માટે ગ્રાહકમાગમાં ઘટાડો થવાને કારણે દારૂના વેચાણ પર દબાણ જોયું છે. RCBનો હિસ્સો વેચવાથી કંપનીને ફન્ડ એકત્ર કરવામાં અને એના મુખ્ય વ્યવસાય પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી શકે છે. તેઓ ટીમને બે બિલ્યન ડૉલરમાં વેચવાની આશા રાખી રહ્યા છે. તેઓ ૨૦૧૬થી આ ટીમના માલિક છે.

