પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ કહ્યું...
રમીઝ રાજા
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ભૂતપૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાનું માનવું છે કે સ્ટાર બૅટ્સમૅન બાબર આઝમે ટેસ્ટ-ફૉર્મેટમાં હજી સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. ૬૨ વર્ષના આ ક્રિકેટરે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં બાબર સારા ફૉર્મમાં નહોતો, પરંતુ મને વિશ્વાસ છે કે તે સારી રીતે વાપસી કરશે. તેની કરીઅરમાં કદાચ પહેલી વખત તેને પડતો મૂકવામાં આવ્યો છે. બાબર ટેસ્ટ ક્રિકેટમાં હજી ઘણું હાંસલ કરી શકે છે. તે વાઇટ બૉલના ફૉર્મેટમાં ખૂબ જ સારી રીતે રમે છે, બન્ને ફૉર્મેટ (T20 અને વન-ડે)માં તેની ઍવરેજ ૫૦થી વધુ છે. બાબર આઝમમાં ઘણી સંભાવના છે. હવે તેણે પોતાની રમતથી દુનિયાને કહેવું પડશે કે તે વિવિયન રિચર્ડ્સ છે.’
ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટમાંથી બહાર થયા બાદ બાબર આઝમે ચોથી નવેમ્બરથી આયોજિત ઑસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝ માટે ટીમમાં વાપસી કરી છે.


