Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઍક્ટર રામ ચરણે ક્રિકેટર જસપ્રીત બુમરાહને ફુટબૉલર કહ્યા બાદ માફી માગતી પોસ્ટ કરી

ઍક્ટર રામ ચરણે ક્રિકેટર જસપ્રીત બુમરાહને ફુટબૉલર કહ્યા બાદ માફી માગતી પોસ્ટ કરી

Published : 25 May, 2026 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભોપાલમાં ઍક્શન-ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’ના પ્રમોશનના કાર્યક્રમમાં ઍક્ટર રામ ચરણે મોટી ભૂલ કરી હતી. રૅપિડ ફાયર રાઉન્ડમાં તેણે ક્રિકેટર જસપ્રીત બુમરાહને ફુટબૉલર સમજીને કહ્યું હતું કે ‘જસપ્રીત બુમરાહજી, હું તમારો સૌથી મોટો ચાહક છું. મને ફુટબૉલ ગમે છે....

રામ ચરણ અને ક્રિકેટર જસપ્રીત બુમરાહ

રામ ચરણ અને ક્રિકેટર જસપ્રીત બુમરાહ


ભોપાલમાં ઍક્શન-ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’ના પ્રમોશનના કાર્યક્રમમાં ઍક્ટર રામ ચરણે મોટી ભૂલ કરી હતી. રૅપિડ ફાયર રાઉન્ડમાં તેણે ક્રિકેટર જસપ્રીત બુમરાહને ફુટબૉલર સમજીને કહ્યું હતું કે ‘જસપ્રીત બુમરાહજી, હું તમારો સૌથી મોટો ચાહક છું. મને ફુટબૉલ ગમે છે. તમે ફુટબૉલને એક નવા સ્તરે લઈ જઈ રહ્યા છો.’

વિશાળ ભીડ સામે સ્ટેજ પર આવી ભૂલ કરનાર રામ ચરણનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો. ત્યાર બાદ રામ ચરણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટમાં જસપ્રીત બુમરાહને ટૅગ કરીને લખ્યું હતું, ‘ક્યારેક નામ યાદ રાખવાની વાત આવે ત્યારે હું ખરેખર ભૂલી જાઉં છું. આ ભૂલ બદલ હું તારી (જસપ્રીત બુમરાહની) માફી માગું છું. ઉત્તેજના અને ભીડ વચ્ચે એ ખરેખર એક માનવીય ભૂલ હતી. મને તારા માટે ખૂબ આદર છે અને હું તારી રમતનો ખૂબ મોટો ચાહક છું. જ્યારે તું સતત બૅટ્સમેનોને પાછળ ધકેલી દે છે ત્યારે દરેક ભારતીય ગર્વ અનુભવે છે.’

એક દાયકા બાદ એક સીઝનમાં સિંગલ ડિજિટમાં વિકેટ લીધી બુમરાહે
ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. વર્તમાન સીઝનમાં જસપ્રીત બુમરાહ ૧૩માંથી ૯ મૅચમાં વિકેટલેસ રહ્યો હતો અને બાકીની મૅચમાં માત્ર ૪ વિકેટ લઈ શક્યો હતો.

એક દાયકા બાદ તે એક IPL સીઝનમાં સિંગલ ડિજિટમાં વિકેટ લઈ શક્યો હતો. ૨૦૧૩માં બે મૅચમાં ત્રણ વિકેટ, ૨૦૧૪માં ૧૧ મૅચમાં પાંચ વિકેટ અને ૨૦૧૫માં ૪ મૅચમાં ૩ વિકેટ લીધા બાદ તેણે સતત ૯ સીઝનમાં ડબલ ડિજિટમાં વિકેટ લીધી હતી.

જોકે મુંબઈના વર્તમાન ૧૪ બોલર્સ વચ્ચે તેનો ૮.૩૬નો ઇકૉનૉમી રેટ સૌથી સારો હતો. તેની ૧૦૨.૫૦ની બોલિંગ-ઍવરેજ એક IPL સીઝનમાં કોઈ પણ બોલર દ્વારા સૌથી ખરાબ ઍવરેજ બની હતી. આ સીઝનમાં તેણે ૪૯ ઓવરમાં ૪૧૦ રન આપીને ૪ વિકેટ લીધી છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK