Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પંજાબ કિંગ્સમાં ફેલાયો ડ્રૉપ કૅચ વાઇરસ

પંજાબ કિંગ્સમાં ફેલાયો ડ્રૉપ કૅચ વાઇરસ

Published : 08 May, 2026 04:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્તમાન સીઝનમાં ૪૨માંથી ૧૫ કૅચ ડ્રૉપ કર્યા...

બુધવારે યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં શશાંક સિંહે હેન્રિક ક્લાસેનનો કૅચ છોડ્યો હતો

બુધવારે યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં શશાંક સિંહે હેન્રિક ક્લાસેનનો કૅચ છોડ્યો હતો


IPL 2026માં ધમાકેદાર શરૂઆત કરનાર પંજાબ કિંગ્સ ખરાબ ફીલ્ડિંગને કારણે બૅકફુટ પર આવી ગયું છે. દિલ્હી કૅપિટલ્સ બાદ કૅચ છોડવા મામલે આ સીઝનમાં પંજાબ સૌથી ખરાબ ફીલ્ડિંગવાળી ટીમ છે. દિલ્હીએ ૩૧માંથી ૧૭ કૅચ છોડ્યા છે, જ્યારે પંજાબે ૪૨માંથી ૧૫ કૅચ છોડ્યા છે. ડ્રૉપ કૅચને કારણે પંજાબના બોલર્સને મૅચમાં વાપસી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

શશાંક સિંહ સરળ કૅચ છોડવા મામલે આ સીઝનમાં સૌથી ચર્ચામાં રહ્યો છે. બ્રૉડકાસ્ટિંગ ટીમના રેકૉર્ડ અનુસાર પંજાબના આ બૅટરે બાઉન્ડરી લાઇન પર આ સીઝનમાં સાતમાંથી ૬ કૅચ છોડ્યા છે.

પંજાબના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આ સીઝનમાં સૌથી વધુ ૧૬ વખત કૅચના ચાન્સ ઉત્પન્ન કર્યા છે. જોકે એમાંથી ૮ કૅચ છૂટ્યા છે. આ સીઝનમાં ૬૧ બોલર્સે ચારથી વધુ વખત કૅચના ચાન્સ બનાવી આપ્યા છે, જોકે કોઈ બોલરના આટલા બધા કૅચ છૂટ્યા નથી.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK