Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પુરગ્રસ્ત પંજાબની વહારે આવી પ્રીતિ ઝિન્ટાની IPL ટીમઃ પંજાબ કિગ્સે આપ્યું ૩૪ લાખ ડોનેશન, જીત્યાં કરોડોના દિલ

પુરગ્રસ્ત પંજાબની વહારે આવી પ્રીતિ ઝિન્ટાની IPL ટીમઃ પંજાબ કિગ્સે આપ્યું ૩૪ લાખ ડોનેશન, જીત્યાં કરોડોના દિલ

Published : 05 September, 2025 08:21 AM | IST | Chandigarh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Punjab Floods: આઇપીએલ ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાએ ટીમ તરફતી પંજાબમાં પુરથી પ્રભાવિત થયેલા લોકો અને રાજ્યો માટે ૩૩.૮ લાખ રુપિયા ડોનેશનની જાહેરાત કરી; સાથે જ ૨ કરોડનું ક્રાઉડફન્ડિંગ પણ કરશે

પુરગ્રસ્ત પંજાબને મદદ કરશે આઇપીએલ ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ

પુરગ્રસ્ત પંજાબને મદદ કરશે આઇપીએલ ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ


ભારત (India)ના ઘણા રાજ્યો હાલમાં ભારે વરસાદને કારણે પૂરનો સામનો (Floods in India) કરી રહ્યા છે. જોકે, હાલમાં પંજાબ (Punjab)માં સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દેશભરના તમામ સેલિબ્રિટી પંજાબ માટે પ્રાર્થના કરી રહ્યા છે. હવે ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League) ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ (Punjab Kings)એ પણ પૂરગ્રસ્તોની મદદ માટે હાથ લંબાવ્યો છે. ટીમ માલિક પ્રીતિ ઝિન્ટા (Preity Zinta)ના નિર્ણયે ચાહકોના દિલ જીતી લીધા છે. લાખો રૂપિયાનું દાન કરવાની સાથે, ફ્રેન્ચાઇઝી વધુ પૈસા એકત્ર કરવામાં પણ વ્યસ્ત છે. પુરગ્રસ્ત પંજાબની મદદ માટે ૩૩.૮ લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, તે ક્રાઉડફંડિંગ દ્વારા ૨ કરોડ રુપિયા પણ ભેગા કરશે.

આઇપીએલ (IPL) ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સે હવે રાજ્યના પૂર પીડિતો (Punjab Floods) માટે ૩૩.૮ લાખ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, ટીમે ક્રાઉડફંડિંગ દ્વારા ૨ કરોડ રૂપિયા એકત્ર કરવાની પણ યોજના બનાવી છે. પૂરને કારણે રાજ્યની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને, ફ્રેન્ચાઇઝીએ હવે પ્રખ્યાત હેમકુંડ ફાઉન્ડેશન (Hemkund Foundation) અને આરટીઆઇ (RTI) સાથે હાથ મિલાવીને મદદ કરવાનો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઇઝી આ દ્વારા વધુને વધુ રાહત કાર્યક્રમોને પ્રોત્સાહન આપી શકશે. બંને સંસ્થાઓ સાથે મળીને `ટુગેધર ફોર પંજાબ` (Together for Punjab) નામનો પુનર્વસન કાર્યક્રમ ચલાવશે. આવી સ્થિતિમાં, પંજાબ કિંગ્સે સૌપ્રથમ તેની શરૂઆત કરી અને ૩૩.૦૮ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.



પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝી અહીં જ અટકી નહીં. લગભગ ૩૪ લાખ રૂપિયાનું દાન આપ્યા પછી, તેણે હવે કીટો ક્રાઉડફંડિંગ એપ (Keto crowdfunding app) દ્વારા ૧૫ સપ્ટેમ્બર સુધીમાં લગભગ ૨ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Punjab Kings (@punjabkingsipl)


પંજાબ કિંગ્સ આ પૈસા શીખ ચેરિટી ગ્લોબલ શીખ (Global Sikh)ને આપશે. એટલું જ નહીં, ફ્રેન્ચાઇઝીએ એમ પણ કહ્યું કે દાન કરાયેલા ભંડોળમાંથી એક બચાવ બોટ પણ ખરીદવામાં આવશે. જેનો ઉપયોગ લોકોને બહાર કાઢવા અને તેમને રાહત સામગ્રી પહોંચાડવા જેવી બાબતો માટે કરવામાં આવશે. તેનો ઉપયોગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા અને તબીબી કટોકટીની સ્થિતિમાં પણ કરવામાં આવશે. આ ઉપરાંત, આ પૈસાનો ઉપયોગ અસરગ્રસ્ત લોકોને આવશ્યક વસ્તુઓ અને સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે પણ કરવામાં આવશે.

પંજાબના ગામડાઓ અને શહેરોની હાલત ખરાબ છે. રાજ્યમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બગડી ગઈ છે. લોકોને પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવું પડી રહ્યું છે અને તેમના પશુઓને બચાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, શ્રેયસ ઐયર (Shreyas Iyer)ના નેતૃત્વ હેઠળની આઇપીએલ ટીમ પંજાબ કિંગ્સનું પ્રદર્શન ૨૦૨૫ની ૧૮મી સીઝન (IPL 2025)માં ખૂબ જ ખાસ રહ્યું. પંજાબ કિંગ્સે ૨૦૨૫ માં શાનદાર પ્રદર્શન કર્યું અને IPL ની ફાઇનલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) સામે હારી ગયું.

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2025 08:21 AM IST | Chandigarh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK