મુંબઈ માટે હાલમાં સ્ટાર બૅટર સરફરાઝ ખાને (૧૧૪ બૉલમાં ૧૩૮ રન) પણ આ જ ટુર્નામેન્ટમાં સદી ફટકારીને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે.
પૃથ્વી શૉ
પૃથ્વી શૉએ બુચી બાબુ મલ્ટિ-ડે ટુર્નામેન્ટમાં મંગળવારે છત્તીસગઢ સામે સેન્ચુરી ફટકારીને મહારાષ્ટ્ર સાથે પોતાની ડોમેસ્ટિક કરીઅરની શાનદાર શરૂઆત કરી છે. ભારત માટે પોતાના ટેસ્ટ-ડેબ્યુ (૨૦૧૮)માં સદી ફટકારનાર પૃથ્વીને ગઈ સીઝનમાં ખરાબ ફૉર્મ અને ફિટનેસને કારણે મુંબઈની રણજી ટ્રોફી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. કરીઅર સુધારવા માટે તેણે મુંબઈથી મહારાષ્ટ્ર જવાનું નક્કી કર્યું હતું.
છત્તીસગઢના ૨૫૨ રન સામે મહારાષ્ટ્રએ પહેલી ઇનિંગ્સમાં ૨૧૭ રન કર્યા હતા. દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં બે વિકેટે ૪૩ રન કરીને છત્તીસગઢે ૭૮ રનની લીડ મેળવી છે. ચેન્નઈમાં રમાયેલી આ મૅચમાં પૃથ્વીએ ૧૪ ફોર અને એક સિક્સરના આધારે ૧૪૧ બૉલમાં ૧૧૧ રન કર્યા હતા. મુંબઈ માટે હાલમાં સ્ટાર બૅટર સરફરાઝ ખાને (૧૧૪ બૉલમાં ૧૩૮ રન) પણ આ જ ટુર્નામેન્ટમાં સદી ફટકારીને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે.


