યંગ બૅટર સરફરાઝ ખાને ૧૭ કિલો વજન ઉતાર્યું એનો ફોટો શૅર કરીને ઇંગ્લૅન્ડના કેવિન પીટરસને કહ્યું...
સરફરાઝ ખાન પહેલાં, હવે
મુંબઈનો ૨૭ વર્ષનો વિકેટકીપર-બેટર સરફરાઝ ખાન તેના ટ્રાન્સફૉર્મેશનને કારણે હાલમાં ચર્ચામાં છે. તેણે સોશ્યલ મીડિયા પર જિમમાં કસરત કરતા સમયનો પોતાનો ફોટો શૅર કર્યો હતો. અહેવાલ અનુસાર તેણે બે મહિનામાં ૧૭ કિલો વજન ઘટાડ્યું છે. તે ગોળમટોળ હતો ત્યારનો અને હવે એકદમ ફિટ થયો એ બે ફોટો સાથેની એક પોસ્ટને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને રીટ્વીટ કરીને પ્રશંસા કરી હતી.
પીટરસને લખ્યું હતું, ‘ખૂબ જ સારો પ્રયાસ યંગ મૅન. ખૂબ-ખૂબ અભિનંદન અને મને ખાતરી છે કે આ તને મેદાન પર વધુ સારું અને સતત પ્રદર્શન કરવામાં મદદ કરશે. તારી પ્રાથમિકતાઓને ફરીથી વ્યવસ્થિત કરવામાં તેં જે સમય વિતાવ્યો એ મને ખૂબ ગમ્યો. શું કોઈ પૃથ્વી શૉને આ બતાવી શકે છે? એ શક્ય છે. મજબૂત શરીર, મજબૂત માઇન્ડ.’
ADVERTISEMENT
મહારાષ્ટ્ર માટે આગામી ડોમેસ્ટિક સીઝન રમવાની તૈયારી કરી રહેલો પૃથ્વી શૉ તેની ખરાબ ફિટનેસને કારણે હાલમાં ચર્ચામાં હતો. તેણે કેટલાક ઇન્ટરવ્યુમાં સારી ફિટનેસ અને સારા પ્રદર્શન માટે મહેનત કરવાની તૈયારી બતાવી હતી.


