ટીમની ઓનર પ્રીતિ ઝિન્ટા ફાઇનલની હાર બાદ ઑલમોસ્ટ રડી જ પડી હતી. તે અમદાવાદના મેદાન પર મૅચ બાદ પ્લેયર્સને મળવા આવી ત્યારે ભાવુક જોવા મળી હતી.
પ્રીતિ ઝિન્ટા
બૅન્ગલોરને IPLની પહેલી ટ્રોફી જિતાડવામાં વિરાટ કોહલીને જેટલી લાંબી રાહ જોવી પડી છે એટલી જ રાહ બૉલીવુડની ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ પંજાબ માટે જોઈ છે. જોકે ૨૦૧૪ બાદ આ વખતે પણ ફાઇનલમાં પંજાબની હાર થતાં પહેલી ટ્રોફી ઉપાડવા માટેનો એનો વનવાસ લંબાયો છે. આ ટીમની ઓનર પ્રીતિ ઝિન્ટા ફાઇનલની હાર બાદ ઑલમોસ્ટ રડી જ પડી હતી. તે અમદાવાદના મેદાન પર મૅચ બાદ પ્લેયર્સને મળવા આવી ત્યારે ભાવુક જોવા મળી હતી.
IPLની પહેલી સીઝનથી જ તે ઑલમોસ્ટ દરેક મૅચમાં ટીમને સપોર્ટ કરવા પહોંચતી હતી. હાર કે જીતમાં પણ તે પોતાના પ્લેયર્સને મળવા મેદાન પર આવતી હતી. તેના ભૂતકાળના કેટલાક આવા જ ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે જ્યાં તે અગાઉની સીઝનમાં પૅવિલિયન પાસે ઊભી રહીને ટીમના પ્લેયર્સનો ઉત્સાહ વધારી રહી હતી.

