પ્રીતિએ આ ડોનેશન તેની IPLની ટીમ પંજાબ કિંગ્સની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) પહેલના ભાગરૂપે આર્મી વાઇવ્સ વેલ્ફેર અસોસિએશન (AWWA)ને આપ્યું છે.
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાએ હાલમાં આર્મીના શહીદોની પત્નીઓ અને તેમનાં બાળકોના કલ્યાણ માટે ૧.૧૦ કરોડ રૂપિયાનું ડોનેશન આપીને લોકોનાં દિલ જીતી લીધાં છે. પ્રીતિએ આ ડોનેશન તેની IPLની ટીમ પંજાબ કિંગ્સની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) પહેલના ભાગરૂપે આર્મી વાઇવ્સ વેલ્ફેર અસોસિએશન (AWWA)ને આપ્યું છે.
હાલમાં એક કાર્યક્રમમાં પ્રીતિએ જણાવ્યું હતું કે ‘આપણા જવાનોના બલિદાનનું ઋણ ક્યારેય ચૂકવી શકાય નહીં, પરંતુ દેશવાસીઓએ તેમની શક્ય એટલી નાની રીતે મદદ કરવી જોઈએ. આપણાં સશસ્ત્ર દળોના બહાદુર પરિવારોને સહાય પૂરી પાડવી એ સન્માન અને જવાબદારી બન્ને છે. અમે ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ અનુભવીએ છીએ અને આપણા રાષ્ટ્ર તેમ જ એના બહાદુર રક્ષકોના અડગ સમર્થનમાં ઊભા છીએ.’


