ઇજાગ્રસ્ત જેમિમા રૉડ્રિગ્સની જગ્યાએ પ્રતીકા રાવલ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ટીમમાં સામેલ થઈ છે. એશિયા કપમાં T20I ડેબ્યૂ કરનાર પ્રતીકા જપાન સામે ક્વૉર્ટર-ફાઇનલ રમશે.
જેમિમા રૉડ્રિગ્સ અને પ્રતીકા રાવલ
ભારતની ટૉપ-ઑર્ડર બૅટર પ્રતીકા રાવલ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ટીમમાં ઇન્જર્ડ જેમિમા રૉડ્રિગ્સની જગ્યા લેશે. ઑગસ્ટમાં ઇંગ્લૅન્ડમાં ધ હન્ડ્રેડમાં રમતી વખતે હૅમસ્ટ્રિંગમાં ઇન્જરી થઈ ત્યારથી જેમિમાને સાઇડલાઇન કરવામાં આવી છે.
પ્રતીકા રાવલ હાલમાં ચાલી રહેલા એશિયા કપમાં પણ જેમિમા રૉડ્રિગ્સના રિપ્લેસમેન્ટ તરીકે T20 ટીમમાં આવી હતી. તેણે આ દરમ્યાન પોતાનું T20 ઇન્ટરનૅશનલ ડેબ્યુ પણ કર્યું.
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ટીમ ૧૮ સપ્ટેમ્બરે જપાન સામે સીધી ક્વૉર્ટર-ફાઇનલમાં ટકરાશે. ૨૦ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલ અને ૨૨ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ આ ઇવેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમશે.
