પૅટ કમિન્સે કહ્યું કે ‘સૅન્ડપેપર મેદાન પર લઈ જવામાં આવી રહ્યું છે એ વાત અમે જાણતા હતા એવો દાવો ૧૦૦ ટકા ખોટો છે. બૉલ-ટૅમ્પરિંગમાં અમે પણ સામેલ હતા એ વાત સંપૂર્ણપણે પાયાવિહોણી અને વાહિયાત છે.
પેટ કમિન્સ
પાકિસ્તાની મૂળના ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન બૅટર ઉસ્માન ખ્વાજાએ ૨૦૧૮ના બૉલ-ટૅમ્પરિંગ વિવાદમાં કરેલા દાવા પર વર્તમાન ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-કૅપ્ટન પૅટ કમિન્સે નિવેદન આપ્યું છે. ગઈ કાલે ૬૯ મિનિટ સુધી પૅટ કમિન્સે પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતા અને બૉલ-ટૅમ્પરિંગમાં આખી ટીમ સામેલ હતી એ વાતને નકારી કાઢી હતી.
પૅટ કમિન્સે કહ્યું કે ‘સૅન્ડપેપર મેદાન પર લઈ જવામાં આવી રહ્યું છે એ વાત અમે જાણતા હતા એવો દાવો ૧૦૦ ટકા ખોટો છે. બૉલ-ટૅમ્પરિંગમાં અમે પણ સામેલ હતા એ વાત સંપૂર્ણપણે પાયાવિહોણી અને વાહિયાત છે. ઉસ્માન મારો મિત્ર છે, પરંતુ મિત્રો એકબીજાના જીવન અને પ્રતિષ્ઠા પ્રત્યે આટલા બેદરકાર કે હળવા ન હોઈ શકે. તેણે આવા આરોપો લગાવીને અન્ય ઘણા લોકોના જીવન પ્રત્યે ખૂબ જ બેદરકારી દાખવી છે.’
