બદલાયેલા નિયમો અનુસાર નાણા મંત્રાલયે ‘પૉલિટિકલી એક્સપોઝ્ડ પર્સન્સ’ એવી વ્યક્તિઓને ગણાવી છે કે જેમને વિદેશ દ્વારા મહત્ત્વની જાહેર કામગીરી સોંપવામાં આવી છે
ફાઇલ તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.): કેન્દ્ર સરકારે પીએમએલએ (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ) હેઠળ નિયમોમાં સુધારા કર્યા છે. જે મુજબ હવે બૅન્કો અને ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સે ‘પૉલિટિકલી એક્સપોઝ્ડ પર્સન્સ’નાં ફાઇનૅન્શ્યિલ ટ્રાન્ઝેક્શન્સનો રેકૉર્ડ ફરજિયાત રાખવો પડશે.
બદલાયેલા નિયમો અનુસાર નાણા મંત્રાલયે ‘પૉલિટિકલી એક્સપોઝ્ડ પર્સન્સ’ એવી વ્યક્તિઓને ગણાવી છે કે જેમને વિદેશ દ્વારા મહત્ત્વની જાહેર કામગીરી સોંપવામાં આવી છે, જેમાં સરકાર કે દેશના વડા, સિનિયર પૉલિટિશ્યન, સિનિયર સરકારી કે જુડિશ્યલ કે મિલિટરી ઑફિસર, સરકારી માલિકીની કંપનીઓના સિનિયર એક્ઝિક્યુટિવ્સ તેમ જ મહત્ત્વની પૉલિટિકલ પાર્ટીના અધિકારીઓ સામેલ છે.
ADVERTISEMENT
ઉપરાંત ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ કે રિપોર્ટિંગ એજન્સીઓ માટે નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન કે એનજીઓનાં ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ વિશેની માહિતી કલેક્ટ કરવું પણ ફરજિયાત રહેશે.


