Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોઈ પણ દેશની ટીમ ICCથી મોટી નથી

કોઈ પણ દેશની ટીમ ICCથી મોટી નથી

Published : 16 March, 2026 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ICCના ચૅરમૅન જય શાહે પાકિસ્તાન અને બંગલાદેશને માર્યો ટૉન્ટ...

એક ન્યુઝ-ચૅનલના અવૉર્ડ-શોમાં જય શાહ, ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ એકસાથે સન્માનિત થયા હતા.

એક ન્યુઝ-ચૅનલના અવૉર્ડ-શોમાં જય શાહ, ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ એકસાથે સન્માનિત થયા હતા.


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહે શનિવારે મુંબઈમાં એક અવૉર્ડ સમારોહમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભાગીદારી માટે નાટકબાજી કરનાર પાકિસ્તાન અને બંગલાદેશને જય શાહે પોતાના નિવેદનથી જડબાતોડ જવાબ આપ્યો હતો.

જય શાહે કહ્યું હતું કે ‘આ ICC વર્લ્ડ કપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો, કારણ કે ટુર્નામેન્ટ પહેલાં ચોક્કસ ટીમો ભાગ લેશે કે નહીં અને વર્લ્ડ કપ કેવી રીતે આગળ વધશે એ વિશે ઘણી અટકળો ચાલી રહી હતી. ICCના ચૅરમૅન તરીકે હું સ્પષ્ટપણે કહી શકું છું કે કોઈ પણ દેશની ટીમ સંગઠન કરતાં મોટી નથી. સંગઠન કોઈ એક ટીમથી નથી બનતું, એ ઘણી બધી ટીમોનું મિશ્રણ છે.’



વર્લ્ડ કપ વિજેતા ટીમના કૅપ્ટન અને હેડ કોચને સંબોધીને જય શાહે કહ્યું હતું કે ‘સૂર્યા અને ગૌતમભાઈ માટે મારો એક સંદેશ છે કે શિખર પરથી નીચે પડવામાં ફક્ત થોડા મહિના લાગે છે, જ્યારે નીચેથી શિખર પર ચડવા માટે ઘણાં વર્ષોના પ્રયત્નોની જરૂર પડે છે. સખત મહેનત કરવાનું ચાલુ રાખો અને પ્રશંસા મેળવતા રહો. BCCIમાં મારા કાર્યકાળ દરમ્યાન મેં ૨૦૨૮ના ઑલિમ્પિક્સ સુધી વિસ્તૃત યોજનાઓ બનાવી હતી. તમારે ૨૦૩૬ સુધીની ટુર્નામેન્ટ્સની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK