એશિયા કપમાં શાનદાર જીત બાદ વિરાટ કોહલી કહે છે કે મારે અને ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે રમાનારા આગામી વર્લ્ડ કપમાં બેસ્ટ પર્ફોર્મન્સ કરી કરોડો ચાહકોના સપનાને ફરી સાકાર કરવું છે.

વિરાટ કોહલી વહેલી સવારે શ્રીલંકાથી ભારત પાછો ફર્યો હતો. (પી.ટી.આઇ.)
એશિયા કપમાં શાનદાર જીત બાદ વિરાટ કોહલી કહે છે કે મારે અને ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે રમાનારા આગામી વર્લ્ડ કપમાં બેસ્ટ પર્ફોર્મન્સ કરી કરોડો ચાહકોના સપનાને ફરી સાકાર કરવું છે. છેલ્લે ૨૦૧૧માં ભારતમાં વર્લ્ડ કપ રમાયો હતો અને ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. હવે રોહિતસેના ઘરઆંગણે ફરી એ જ કમાલ કરવા ઉત્સાહી છે.
વિરાટ કોહલી ભારતના વર્લ્ડ કપ માટે ૧૨ વર્ષની રાહનો અંત લાવવા આતુર છે. તે કહે છે કે ‘કરોડો ચાહકોનો ઉત્સાહ અને સપોર્ટ આગામી વર્લ્ડ કપ જીતવા માટેના અમારા ઇરાદાને વધુ મક્કમ કરી રહ્યા છે. ક્રિકેટર માટે કરોડો ચાહકો સપોર્ટ કરી રહ્યા હોય અને તમારી સફળતા માટે ચિયર્સ કરી રહ્યા હોય એનાથી મોટું કોઈ મોટિવેશન ન હોઈ શકે. આ ચાહકોના સપનાને સાકાર કરવા અમે કોઈ કસર બાકી નહીં રાખીએ.’
તૈયારીની આખરી ચકાસણી
વર્લ્ડ કપને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશ વચ્ચે ગુરુવારથી ત્રણ વન-ડેની સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ગઈ કાલે ઢાકામાં કિવી ટીમ તૈયારીને આખરી ઓપ આપતી જણાઈ રહી હતી.
પંતે કીપર-બૅટર્સની માનસિકતા બદલી નાખી છે : ગિલક્રિસ્ટ
રિષભ પંત આગામી વર્લ્ડ કપમાં રમવા ફિટ નથી પણ ઑસ્ટ્રેલિયન ભૂતપૂર્વ કિપર લિગક્રિસ્ટ ભારતીય ટીમના કિપર-બૅટરો પર તેના અસરને લઈને ખૂબ જ રોમાચિત છે. પંત ગયા ડિસેમ્બરમાં એક કાર ઍક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. અમદાવાદામાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં બોલતા ગિલક્રિસ્ટે કહ્યું હતું કે મને લાગે છે કે રિષભ પંતે દુનિયાભરને કિપર-બૅટરોને તેની સ્ટાઇલમાં રમવા પ્રેરીત કર્યા છે. એક યુવા ખેલાડીને તેની પૉઝિટીવ સ્ટાઇલમાં રમવા પ્રેરિત કરતા જોઈને આનંદ થઈ રહ્યો છે.