મંગળવારે કુલદીપ યાદવ સાથે મળીને સદીરાને જાળમાં બરાબરનો ફસાવ્યો
છે ને બન્નેમાં સામ્ય!
કે. એલ. રાહુલ સર્જરી પછીના કમબૅકમાં સોમવારે પાકિસ્તાન સામે અણનમ ૧૧૧ રનની અને મંગળવારે શ્રીલંકા સામે ૩૯ રનની ઇનિંગ્સ રમ્યો એ ઉપરાંત તેણે વિકેટકીપિંગમાં પણ કાબિલેદાદ પર્ફોર્મ કર્યું હતું. ખાસ કરીને ૧૭ રન બનાવનાર સદીરા સમરવિક્રમાને તેણે જે ચીલઝડપથી સ્ટમ્પ-આઉટ કર્યો એનાથી તેના ચાહકો ખૂબ ખુશ થયા છે. ખરેખર તો કુલદીપ યાદવ અને રાહુલે સદીરાને જાળમાં આબાદ ફસાવ્યો હતો. સોશ્યલ મીડિયામાં રાહુલના આ શિકારને મહેન્દ્રસિંહ ધોનીના કેટલાક શિકાર સાથે સરખાવવામાં આવ્યો હતો. પ્રેમ દોશી નામના રાહુલના ફૅને ટ્વિટર પર લખ્યું હતું કે ‘કે. એલ. રાહુલ અચાનક જ ધોનીની જેમ સ્ટમ્પિંગમાં વિકેટ અપાવવા લાગ્યો છે.’ બીજા એક ચાહકે લખ્યું હતું કે ‘કે. એલ. આર.માં અચાનક જ ધોની જેવી ચીલઝડપ જોવા મળી.’

