ટેસ્ટ-કરીઅરમાં પહેલી વખત ૧૧ વિકેટ લઈને મૅટ હેન્રી બન્યો પ્લેયર ઑફ ધ મૅચ
અંગ્રેજોની અંતિમ પાંચેય વિકેટ લઈને મૅટ હેન્રી બન્યો મૅચનો હીરો
ઓવલ ટેસ્ટ-મૅચમાં ૨૫૩ રને જીત નોંધાવીને ન્યુ ઝીલૅન્ડે યજમાન ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝને ૧-૧થી લેવલ કરી છે. કિવી ટીમે ૩૯૧ રન અને ૩૬૨ રન કરીને ૪૬૩ રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. અંગ્રેજ ટીમ પહેલી ઇનિંગ્સમાં ૨૯૧ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૫૮.૧ ઓવરમાં ૨૦૯ રન કરી શકી હતી.
કેનિંગ્ટન ઓવલમાં પોતાની ૧૦મી ટેસ્ટ-મૅચ રમનાર ન્યુ ઝીલૅન્ડ અહીં છેલ્લે ૧૯૯૯માં ટેસ્ટ-મૅચ રમ્યું હતું અને પહેલવહેલી જીત પણ ત્યારે જ મેળવી હતી.
ADVERTISEMENT
પાંચમા દિવસની શરૂઆત યજમાન ટીમે ૪૯ ઓવરમાં ૧૮૨-૫ના સ્કોરથી કરી હતી. જોકે ફાસ્ટ બોલર મૅટ હેન્રીના તરખાટને કારણે ઇંગ્લૅન્ડે પહેલી ૫૦ મિનિટની રમતમાં જ શરણાગતિ સ્વીકારી લીધી હતી. સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન જો રૂટ સહિત પાંચ બૅટર્સે ૨૭ રનની અંદર મૅટ હેન્રી સામે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
અનુભવી ફાસ્ટ બોલ મૅટ હેન્રી ટેસ્ટ-કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે પહેલી ઇનિંગ્સમાં ૮૦ રન આપીને પાંચ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૨૯ રન આપીને ૬ વિકેટ લીધી હતી. તેણે ટેસ્ટ-કરીઅરમાં પહેલી વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ અને એક ટેસ્ટ-મૅચમાં ૧૦ વિકેટ લેવાનો કમાલ આ ટેસ્ટ-મૅચ દરમ્યાન જ કર્યો.
સચિન તેન્ડુલકરનો ટેસ્ટ-રેકૉર્ડ ખતરામાં
સચિન તેન્ડુલકર ૨૦૦ ટેસ્ટ-મૅચમાં ૧૫,૯૨૧ રન કરીને હાલમાં આ ફૉર્મેટનો હાઇએસ્ટ રન સ્કોરર છે. ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ઇનિંગ્સમાં ૧૪૫ બૉલમાં ૭૭ રન કરીને જો રૂટ ટેસ્ટ-ફૉર્મેટમાં ૧૪ હજાર રન કરનાર બીજો પ્લેયર બન્યો હતો. વર્ષ ૨૦૧૦માં સચિન તેન્ડુલકરે ૧૭૧ મૅચની ૨૭૯ ઇનિંગ્સમાં ૧૪,૦૦૦ રન પૂરા કર્યા હતા. જો રૂટે ૧૬૫ ટેસ્ટ-મૅચની ૩૦૨ ઇનિંગ્સમાં આ કમાલ કરી છે. ૩૫ વર્ષનો જો રૂટ આ જ ગતિએ રમતો રહેશે તો ટૂંક સમયમાં તેન્ડુલકરનો ૧૫,૯૨૧ રનનો રેકૉર્ડ તૂટી જશે.
