ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2023: કેમ રોહિત શર્મા આજે ટ્રોફી સાથેના ફોટોશૂટમાં રહ્યો ગેરહાજર, જાણો કારણ

IPL 2023: કેમ રોહિત શર્મા આજે ટ્રોફી સાથેના ફોટોશૂટમાં રહ્યો ગેરહાજર, જાણો કારણ

30 March, 2023 11:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટૂર્નામેન્ટની પૂર્વ સંધ્યાએ કૅપ્ટન ટ્રોફી સાથે ફોટોશૂટ માટે એક સાથે આવ્યા. પણ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આ દરમિયાન જોવા મળ્યા નહીં, જેથી બધા ચાહકો ચોંકી ગયા અને તેમના ફોટોશૂટ દરમિયાન હાજર ન રહેવાનું કારણ જાણવા ઉતાવળા દેખાયા. 

સોળમી આઇપીએલના કૅપ્ટન્સમાં સુપરહિટ સુકાની રોહિત શર્મા નહોતો : સનરાઇઝર્સ હૈદરાબાદનો મુખ્ય કૅપ્ટન એઇડન માર્કરમ હજી ભારત નથી આવ્યો અને તેની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમાર (એકદમ ડાબે) હૈદરાબાદની ટીમનું નેતૃત્વ સંભાળશે. ગઈ કાલે ઉપસ્થિત અન્ય કૅપ્ટનોમાં હાર્દિક, ધોની, રાહુલ, શિખર, નીતિશ રાણા, ડુ પ્લેસી, સૅમસન અને વૉર્નરનો સમાવેશ હતો. IPL 2023

સોળમી આઇપીએલના કૅપ્ટન્સમાં સુપરહિટ સુકાની રોહિત શર્મા નહોતો : સનરાઇઝર્સ હૈદરાબાદનો મુખ્ય કૅપ્ટન એઇડન માર્કરમ હજી ભારત નથી આવ્યો અને તેની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમાર (એકદમ ડાબે) હૈદરાબાદની ટીમનું નેતૃત્વ સંભાળશે. ગઈ કાલે ઉપસ્થિત અન્ય કૅપ્ટનોમાં હાર્દિક, ધોની, રાહુલ, શિખર, નીતિશ રાણા, ડુ પ્લેસી, સૅમસન અને વૉર્નરનો સમાવેશ હતો.

ભારતનો મોસ્ટ અવેઈટેડ ફેસ્ટિવલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆત શુક્રવારે છેલ્લે ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ સાથે થશે. આ પહેલા આઈપીએલની ઓપનિંગ સેરેમની પણ થશે, જેમાં અનેક મોટા કલાકાર હાજરી આપશે. ટૂર્નામેન્ટની પૂર્વ સંધ્યાએ કૅપ્ટન ટ્રોફી સાથે ફોટોશૂટ માટે એક સાથે આવ્યા. પણ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આ દરમિયાન જોવા મળ્યા નહીં, જેથી બધા ચાહકો ચોંકી ગયા અને તેમના ફોટોશૂટ દરમિયાન હાજર ન રહેવાનું કારણ જાણવા ઉતાવળા દેખાયા. 

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત જાયંટ્સ વચ્ચે આઈપીએલ 2023ની પહેલી મેચ રમાશે. તે પહેલા 9 ટીમના કૅપ્ટન્સે એક સાથે આઇપીએલ ટ્રૉફી સાથે ફોટો લીધો. જો કે, રોહિતના હાજર ન હોવાથી મુંબઈ ઈન્ડિયન્સ અને વિરોધી ચાહકો વચ્ચે ખૂબ જ રસપ્રદ બેન્ટર જોવા મળી. મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોએ તો એ પણ કહી દીધું કે અમારો કૅપ્ટન ટૂર્નામેન્ટના અંતમાં ટ્રૉફી સાથે દેખાશે, જ્યારે એક ચાહકે એવું લખ્યું કે લાગે છે કે મુંબઈ ઈન્ડિયન્સે અત્યારથી જ હાર માની લીધી છે.


ફોટોશૂટ દરમિયાન એમએસ ધોની (ચેન્નઈ સુપર કિંગ્સ), હાર્દિક પંડ્યા (ગુજરાત ટાઈટન્સ), શિખર ધવન (પંજાબ કિંગ્સ), નિતીશ રાણા (કોલકાતા નાઈટ રાઈડર્સ), કેએલ રાહુલ (લખનઉ સુપર જાયન્ટ્સ), ભુવનેશ્વર કુમાર (સનરાઈઝર્સ હૈદરાબાદ), ફાફ ડુપ્લેસી (રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર), અને ડેવિડ વૉર્નર (દિલ્હી કેપિટલ્સ) એક સાથે જોવા મળ્યા. જણાવવાનું કે સનરાઝર્સ હૈદરાબાદના રેગ્યુલર કૅપ્ટન એડન માર્કરમ નેશનલ ડ્યૂટીને કારણે શરૂઆતની મેચ નહીં રમી શકે, તેમને બદલે ભુવનેશ્વર કુમાર ટીમની કમાન સંભાળશે.


આ પણ વાંચો : IPL: વિરાટ કોહલીએ પોતાની 10મા ધોરણની માર્કશીટ કરી શૅર, કૅપ્શન વાંચી ચડશો ચકરાવે

રોહિત ફોટોશૂટ દરમિયાન હાજર કેમ નહોતો, આને લઈને મુંબઈ ઈન્ડિયન્સે નિવેદન જાહેર કર્યું નથી. રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આગામી સીઝનમાં પોતાના અભિયાનની શરૂઆત 2 એપ્રિલના રૉયલ ચેલેન્જર્સ બેગ્લોર વિરુદ્ધ કરશે. એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ મુજબ રોહિત શર્માનું સ્વાસ્થ્ય બરાબર નહોતું, જેને કારણે તે ફોટોશૂટમાં હાજર રહી શક્યો નહોતો.


30 March, 2023 11:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK