Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL: વિરાટ કોહલીએ પોતાની 10મા ધોરણની માર્કશીટ કરી શૅર, કૅપ્શન વાંચી ચડશો ચકરાવે

IPL: વિરાટ કોહલીએ પોતાની 10મા ધોરણની માર્કશીટ કરી શૅર, કૅપ્શન વાંચી ચડશો ચકરાવે

30 March, 2023 07:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિરાટ કોહલીએ એક અભિયાન હેઠળ પોતાની 10મા ધોરણની માર્કશીટ શૅર કરી છે, જે સોશિયલમ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વિરાટ કોહલી (ફાઈલ તસવીર)

IPL 2023

વિરાટ કોહલી (ફાઈલ તસવીર)


ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli) રમત જગતમાં છેલ્લા 15 વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારું પ્રદર્શન કરીને પોતાની એક આગવી ઓળખ બનાવી લીધી છે. જો કે, અહીં સુધી પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી. આ દરમિયાન ક્રિકેટ રમવાનો જુનૂન એટલો બધો વધી ગયો કે તેમણે 12મા ધોરણ બાદ આગળ ન ભણવાનો નિર્ણય લીધો અને રમત પર પોતાનું ફોકસ કર્યું. કોહલી આ સમયે આઈપીએલની આગામી સીઝનની તૈયારીમાં લાગેલા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ એક અભિયાન હેઠળ પોતાની 10મા ધોરણની માર્કશીટ શૅર કરી છે, જે સોશિયલમ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વિરાટ કોહલીએ ગુરુવારે (30 માર્ચ)ના પોતાના કૂ અકાઉન્ટ પરથી પોતાની 10મા ધોરણની માર્કશીટ સોશિયલ મીડિયા પર શૅર કરતા લખ્યું, "આ રસપ્રદ છે કે કેવી વસ્તુઓ જે તમારી માર્કશીટમાં સૌથી ઓછી જોડાય છે, જે તમારા ચરિત્રમાં સૌથી વધારે જોડાતી હોય છે." વિરાટ કોહલી 2004માં પશ્ચિમ વિહારના સેવિયર કૉન્વેન્ટ સ્કૂલમાંથી 10મું ધોરણ ભણ્યો હતો. અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને બિઝનેસ, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ઈન્ટ્રોડક્ટરી આઈટી જેવા વિષયોના માર્ક્સ છે, જો કે, આમાં બધા વિષયોની નીચે તેમણે રમત વિશે પણ લખ્યું છે, જેના પછી તેમણે તેની સામે પ્રશ્નાર્થ ચિહ્ન લગાડ્યો છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trolls Officials (@trolls_official)


વિરાટ કોહલીને 10મા ધોરણમાં હિન્દીમાં 75, ગણિતમાં 51, અંગ્રેજીમાં 83, ઈન્ટ્રોડક્ટરી સાયન્સમાં 58, સાયન્સમાં 55, સોશિયલ સાયન્સમાં 81 માર્ક્સ મળ્યા છે.


આ પણ વાંચો : Gujarat: વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પત્થરમારો, ઘટનાસ્થળે પહોંચી પોલીસ

34 વર્ષના વિરાટ કોહલી હાલના સમયમાં વિશ્વના સૌથી ફિટ એથલીટમાંના એક છે. ગયા વર્ષે તે પોતાની કૅપ્ટનશિપ અને અન્ય કારણોસર મેન્ટલ હેલ્થથી થનારી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. જો કે તેણે ગયા વર્ષે ઑગસ્ટથી પહેલા લગભગ દોઢ મહિનાનો બ્રેક લીધો અને ત્યાર બાદ તે આઈપીએલ 2023 પહેલા પાંચ શતક ફટકારી ચૂક્યો છે અને સચિન તેન્દુલકરના (100) બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (75)માં બીજો સૌથી વધુ સેન્ચુરી ફટકારનારો ખેલાડી બન્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2023 07:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK