જ્યારે કેક કાપીને મિત્ર ધોનીને પહેલાં ખવડાવી રહ્યો હતો ત્યારે તેણે સૂચન કર્યું કે પહેલાં પત્નીને કેક આપો, ઘરમાં રહેવું છે કે નહીં?
મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમટાઉન રાંચીમાં પોતાની ફૅમિલી અને મિત્રો વચ્ચે સમય પસાર કરી રહ્યો છે
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમટાઉન રાંચીમાં પોતાની ફૅમિલી અને મિત્રો વચ્ચે સમય પસાર કરી રહ્યો છે. હાલમાં ધોનીના બે વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એકમાં ધોની પોતાના મિત્રની વર્ષગાંઠ નિમિત્તે તેના નાનકડા ઘરમાં પાર્ટીમાં હાજરી આપી હતી. જ્યારે કેક કાપીને મિત્ર ધોનીને પહેલાં ખવડાવી રહ્યો હતો ત્યારે તેણે સૂચન કર્યું કે પહેલાં પત્નીને કેક આપો, ઘરમાં રહેવું છે કે નહીં?
અન્ય એક વિડિયોમાં તે ઝારખંડના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ તિવારીના દીકરા સાથે ઝારખંડ ક્રિકેટ અસોસિએશનના જિમમાં ધીંગામસ્તી કરતો જોવા મળ્યો હતો.


