Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાડાનવ વર્ષના સંઘર્ષની સફળતા દેખાઈ દીકરાના સેલિબ્રેશનમાં

સાડાનવ વર્ષના સંઘર્ષની સફળતા દેખાઈ દીકરાના સેલિબ્રેશનમાં

Published : 16 November, 2026 07:04 AM | Modified : 16 November, 2026 08:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લેનારા મોહિત ઉલ્વાના ઘરે રચાયો દિવાળી જેવો માહોલ, પપ્પાએ કહ્યું કે...સાડાનવ વર્ષના સંઘર્ષની સફળતા દેખાઈ દીકરાના સેલિબ્રેશનમાં

મો‌હિત ઉલ્વાના પિતા મહેશ ઉલ્વા.

મો‌હિત ઉલ્વાના પિતા મહેશ ઉલ્વા.


ઓમાનના મસ્કતમાં શનિવારે રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઇનલ મૅચ રોલરકોસ્ટર સમાન બની ગઈ હતી, જેમાં પાકિસ્તાનની ટીમ સામે છેલ્લા બૉલે ચોગ્ગો મારીને પાકિસ્તાનના મોઢામાંથી જીતનો કોળિયો બહાર કાઢીને ભારતને એશિયા કપમાં ચૅમ્પિયન બનાવનાર મોહિત ઉલ્વાના ઘરે દીવાળી જેવો માહોલ રચાયો હતો. મોહિતના પિતા મહેશ ઉલ્વાએ કહ્યું હતું કે ‘મોહિતના સાડાનવ વર્ષના સંઘર્ષ પછીની સફળતા તેના સેલિબ્રેશનમાં દેખાઈ હતી.’     
ભારતના કરોડો લોકોનાં દિલ જીતી લેનાર ભારતીય અંડર-19 ટીમના ઑલરાઉન્ડર મોહિત ઉલ્વાના પિતા મહેશ ઉલ્વાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘તેના સાડાનવ વર્ષનો સંઘર્ષ, મહેતન, પીડા, લગાતાર પ્રૅક્ટિસ... મતલબ કે તેનો સંઘર્ષ આજે સફળ રહ્યો. તેના માટે આજે હું દિલથી ખુશ છું. છેલ્લા બૉલે તેણે ચોગ્ગો માર્યો ત્યારે ઘરમાં ટાંચણી પડે તો પણ અવાજ આવે એવો માહોલ હતો. તેણે ચોગ્ગો માર્યો ત્યારે બધા એકદમ ખુશીથી જમ્પ મારીને ઊભા થઈ ગયા અને જે માહોલ હતો એ અનબિલીવેબલ હતો. બહુ જ ખુશી મળી. તેણે છેલ્લા બૉલે ચોગ્યો માર્યો ત્યારે તેનો સાડાનવ વર્ષનો સંઘર્ષ નજર સામે આવી ગયો. તેણે જે સેલિબ્રેશન કર્યું ત્યારે તેના ચહેરા પર એ સંઘર્ષ પછીની જે સફળતા હતી એ તેના સેલિબ્રેશનમાં દેખાતી હતી.’  
મહેશ ઉલ્વાએ કહ્યું હતું કે ‘મોહિતનો જન્મ લખતરમાં થયો હતો. ૨૦૧૬માં મારું જામનગરમાં પોસ્ટિંગ હતું ત્યારે ત્યાં નવ-સાડાનવ વર્ષની ઉંમરમાં તેને  રવીન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણની અંડરમાં સાડાત્રણ વર્ષ ટ્રેઇનિંગ કરાવી હતી. એ પછી મારી ટ્રાન્સફર રાજકોટ થતાં છેલ્લાં છ વર્ષથી રાજકોટ રેલવે ગ્રાઉન્ડમાં પ્રૅક્ટિસ કરતો હતો. એ દરમ્યાન ભારતના ડોમેસ્ટિક ક્રિકેટમાં અંડર-16  અને 19માં સૌરાષ્ટ્ર તરફથી કૅપ્ટન તરીકે પ્રતિનિધિત્વ કરતો હતો.’  
ઘરે બનાવી છે પ્રૅક્ટિસ સ માટે નેટ્સ
મહેશ ઉલ્વાએ કહ્યું હતું કે ‘મારા ડ્યુટી-અવર્સ સિવાય ઘરે રોજના ચાર-પાંચ કલાક દરરોજના ૪૦૦-૫૦૦ દડાની મશીનથી પ્રૅક્ટિસ કરાવતો હતો. આગળ તે હજુ તેની સ્કિલ ડેવલપ કરે, મહેનત કરતો રહે અને ભારતને રિપ્રેઝન્ટ કરે એવી ઇચ્છા છે. તમે કોશિશ કરી શકો, કોશિશથી તમને રિઝલ્ટ મળી શકે. તમારું કામ છે મહેતન કરવાનું, મહેનત કરો તો રિઝલ્ટ અવશ્ય મળે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK