Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > RCBએ ૨૦૧૯માં વિરાટ કોહલીના સ્થાને પાર્થિવ પટેલને કૅપ્ટન્સી આપવાનું વિચાર્યું હતું : મોઈન અલી

RCBએ ૨૦૧૯માં વિરાટ કોહલીના સ્થાને પાર્થિવ પટેલને કૅપ્ટન્સી આપવાનું વિચાર્યું હતું : મોઈન અલી

Published : 30 July, 2025 12:47 PM | Modified : 30 July, 2025 02:47 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯માં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) ૧૪માંથી માત્ર પાંચ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ૧૧ પૉઇન્ટ સાથે તળિયે હતું.

મોઈન અલી

મોઈન અલી


ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મોઈન અલીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તે કહે છે, ‘IPL ૨૦૧૯માં બૅન્ગલોર ટીમ મૅનેજમેન્ટ પાર્થિવને કૅપ્ટન બનાવવા માટે તૈયાર હતું. તેની પાસે એક તેજસ્વી ક્રિકેટ મગજ હતું. એ સમયે એ ચર્ચા હતી. મને ખબર નથી કે શું થયું અને શા માટે એવું ન થયું, પરંતુ મને ખાતરી છે કે આ ભૂમિકા માટે તેના નામ પર ગંભીરતાથી વિચાર કરવામાં
આવ્યો હતો.’

૨૦૧૯માં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) ૧૪માંથી માત્ર પાંચ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ૧૧ પૉઇન્ટ સાથે તળિયે હતું. એ સીઝનમાં પાર્થિવ પટેલે ઓપનર તરીકે ૧૩૯.૧૮ના સ્ટ્રાઇક-રેટથી ૩૭૩ રન બનાવ્યા હતા. તે ૨૦૨૦માં પણ RCBનો ભાગ હતો, પરંતુ ટીમે ઍરોન ફિન્ચ અને દેવદત્ત પડિક્કલને ઓપનર તરીકે મેદાનમાં ઉતાર્યા. પાર્થિવે એ જ વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્તિ લીધી. તે ફરી ક્યારેય IPL રમ્યો નહીં અને કૉમેન્ટેટર-કોચના પદ પર કામ કરવાનું શરૂ કર્યું.



મહાકાલની નગરીમાં પહોંચ્યો ઉમેશ યાદવ


ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ હાલમાં પોતાની પત્ની તાન્યા યાદવ સાથે મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યો હતો. મહાકાલની નગરીમાં તેણે કેટલાંક મંદિરોમાં શીશ નમાવ્યું હતું જેના ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. તે બન્નેએ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભસ્મ આરતીમાં પણ હાજરી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2025 02:47 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK