Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય વિમેન્સ ક્રિકેટની જૂની અને વર્તમાન પેઢીને જોડવામાં મારી ખાસ ભૂમિકા હતી : મિતાલી રાજ

ભારતીય વિમેન્સ ક્રિકેટની જૂની અને વર્તમાન પેઢીને જોડવામાં મારી ખાસ ભૂમિકા હતી : મિતાલી રાજ

Published : 04 July, 2026 03:44 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૂન ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર મિતાલી રાજ પાસે ૨૦૨૩માં પહેલી વિમેન્સ પ્રીમિયર લીગમાં રમવાનો વિકલ્પ હતો પણ તે નહોતી રમી.

મિતાલી રાજ

મિતાલી રાજ


ભારત માટે ૨૩ વર્ષ સુધી ક્રિકેટ રમનાર મિતાલી રાજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં પોતાની ભાગીદારી વિશે મોટો ખુલાસો કર્યો છે. જૂન ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર મિતાલી રાજ પાસે ૨૦૨૩માં પહેલી વિમેન્સ પ્રીમિયર લીગમાં રમવાનો વિકલ્પ હતો પણ તે નહોતી રમી. 
૪૩ વર્ષની મિતાલી રાજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘WPL ની જાહેરાત મારી નિવૃત્તિ પછી તરત જ કરવામાં આવી હતી. મારી પાસે રમવાનો વિકલ્પ હતો, પરંતુ મેં વ્યક્તિગત કારણોસર ન રમવાનું નક્કી કર્યું. મને આ નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. હું ગુજરાત જાયન્ટ્સમાં મેન્ટર-કમ-સલાહકાર તરીકે જોડાઈ હતી.’
ભારતીય વિમેન્સ ક્રિકેટ વિશે વાત કરતાં મિતાલી રાજે કહ્યું કે ‘મને ખરેખર લાગે છે કે ભારતીય વિમેન્સ ક્રિકેટની જૂની પેઢી અને વર્તમાન પેઢી વચ્ચેની કડી બનવામાં મારી ખાસ ભૂમિકા હતી. તમારે એ ભૂમિકા ભજવવા માટે કોઈની જરૂર છે અને કદાચ એ મારી સફર હતી. આટલા લાંબા સમય સુધી રમવાનો હેતુ એ જ હતો.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 03:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK