મેહદી હસન મિરાઝને એક વર્ષ માટે બંગલાદેશના વન-ડે કૅપ્ટન તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવ્યો છે. ૨૭ વર્ષનો આ ઑલરાઉન્ડર નજમુલ હોસેન શાન્તોનું સ્થાન લેશે, જે હવે માત્ર ટેસ્ટ-કૅપ્ટન તરીકે કામ કરશે.
મેહદી હસન મિરાઝ
મેહદી હસન મિરાઝને એક વર્ષ માટે બંગલાદેશના વન-ડે કૅપ્ટન તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવ્યો છે. ૨૭ વર્ષનો આ ઑલરાઉન્ડર નજમુલ હોસેન શાન્તોનું સ્થાન લેશે, જે હવે માત્ર ટેસ્ટ-કૅપ્ટન તરીકે કામ કરશે. જ્યારે લિટન દાસ T20 ટીમનું નેતૃત્વ કરતો હોવાથી બંગલાદેશ ત્રણેય ફૉર્મેટમાં અલગ કૅપ્ટન્સ
સાથે રમશે.
આવતા મહિને શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝથી મિરાઝનો કૅપ્ટન તરીકેનો કાર્યકાળ શરૂ થશે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ તેની નિમણૂકનાં મુખ્ય કારણો તરીકે તેનું સતત સારું પ્રદર્શન, નેતૃત્વ કૌશલ્ય અને લડાઈની ભાવનાને પ્રકાશિત કર્યાં હતાં. ઑક્ટોબર ૨૦૧૬થી તે ૧૦૫ વન-ડે, ૫૩ ટેસ્ટ-મૅચ અને ૨૧ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો અનુભવ ધરાવે છે.

