° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


દિલ્હી માટે મુંબઈ સામેની મૅચ ક્વૉર્ટર ફાઇનલ સમાન

21 May, 2022 02:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત શર્માની ટીમ છેલ્લી મૅચમાં સચિન તેન્ડુલકરના આૅલરાઉન્ડર દીકરા અર્જુ​નને તક આપશે કે નહીં એના પર સૌની નજર

રોહિત શર્મા

રોહિત શર્મા

રિષભ પંતની આગેવાનીવાળી દિલ્હીની ટીમ માટે આજે મુંબઈ સામેની મૅચ ક્વૉર્ટર ફાઇનલ જેવી હશે. દિલ્હી આ મૅચમાં એડીચોટીનું જોર લગાવશે તો બીજી તરફ પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈની ટીમ વિજય મેળવીને આ ટુર્નામેન્ટનો અંત લાવવા માગશે, જે હરાજી દરમ્યાન કરેલી ખોટી પસંદગીને કારણે ભયાનક રીતે નિષ્ફળ ગઈ છે. છેલ્લી બે સીઝનની ૨૭ મૅચથી સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને તક મળી નથી એથી આ મૅચમાં તક આપશે કે નહીં એ એકમાત્ર રસનો વિષય મુંબઈની ટીમ માટે રહ્યો છે. રોહિત શર્માએ એવો ઇશારો કર્યો હતો કે છેલ્લી મૅચમાં તેઓ નવા ચહેરાને તક આપશે. અત્યાર સુધી ૧૩ મૅચમાં કુલ ૨૨ ખેલાડીઓ રમી ચૂક્યા છે.
સાતત્યનો અભાવ
​સારો રનરેટ ધરાવતી દિલ્હીની ટીમે મુંબઈને હરાવવાથી તે બૅન્ગલોર કરતાં સારા રનરેટના આધારે પ્લે-ઑફમાં પહોંચી જશે. મુંબઈ માટે આ સીઝન સૌથી ખરાબ રહી છે, તો દિલ્હીએ સાતત્યભર્યું પ્રદર્શન ન કરી શકતાં કુલ ૧૩માંથી ૭ મૅચમાં જીત અને ૬માં હાર મેળવી છે.  દિલ્હી તરફથી ડેવિડ વૉર્નર (૪૨૭ રન),  મિશેલ માર્શ (૨૫૧ રન) રોવમૅન પૉવેલે (૨૦૭ રન) બૅટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તો સ્પિનરોમાં કુલદીપ યાદવ (૨૦ વિકેટ), અક્ષર પટેલ ( ૬ વિકેટ) અને લલિત યાદવે (૪ વિકેટ) સારું પ્રદર્શન કર્યું છે. જોકે બે ડિપાર્ટમેન્ટમાં તેમનું સારું પ્રદર્શન રહ્યું નથી; જેમાં ફાસ્ટ બોલર ખલીલ અહમદ (૧૬ ​વિકેટ), શાર્દુલ ઠાકુર (૧૩) સફળ રહ્યા હોવા છતાં ખૂબ મોંઘા પુરવાર થયા છે. બીજી તરફ કૅપ્ટન પંત (૩૦૧) સારી શરૂઆત છતાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે. 
ઓપનરનો કોયડો યથાવત્
મિશેલ માર્શે સતત બે સેન્ચુરી ફટકારતાં દિલ્હીની આશા જીંવત રહી છે. મુસ્તફિઝુર રહેમાન (૮ વિકેટ) સફળ તો રહ્યો છે, પરંતુ ટીમ કૉમ્બિનેશનને કારણે ઘણી વખત કોચ પૉન્ટિંગે તેને ડ્રૉપ કરવાની કરવાની ફરજ પડી છે. પૃથ્વી શૉ બીમાર થઈ જતાં પૉન્ટિંગે કોના ભરતને તક આપી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. સરફરાઝે છેલ્લી મૅચમાં ૧૬ બૉલમાં ૩૨ રન કર્યા હતા. જો પૃથ્વી ફિટ નહીં હોય તો તેને તક મળશે. 
મુંબઈ માટે ખરાબ સીઝન
મુંબઈ માટે બૅટર તિલક વર્મા શાનદાર બૅટર સાબિત થયો છે. ટિમ ડેવિડ પણ કિરોન પોલાર્ડની જેમ મુંબઈ માટે સફળ સાબિત થાય એવી શક્યતા છે. બીજી તરફ કૅપ્ટન રોહિત શર્મા આ સીઝનને ભુલાવવાનો પ્રયત્ન કરશે અને પૂરતો આરામ લઈને આગામી ઇંગ્લૅન્ડના ટૂરની તૈયારી કરશે.

21 May, 2022 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

દમ વગરની બોલિંગ + કંગાળ બૅટિંગ = પરિણામ પરાજય

બેરસ્ટૉને મૅચનો અને રૂટ-બુમરાહને સિરીઝનો અવૉર્ડ ઃ સિરીઝ ૨-૨ની બરાબરીમાં પૂરી

06 July, 2022 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આવતી કાલે ભારત અને ઇંગ્લૅન્ડની પ્રથમ ટી૨૦

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝ ૨-૨થી ડ્રૉ ગયા પછી હવે બન્ને દેશો લિમિટેડ ઓવર્સ ફૉર્મેટ તરફ વળી રહ્યા છે.

06 July, 2022 03:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News In Shorts: વન-ડે બૅટિંગના ટૉપ-ટેનમાં મંધાના એકમાત્ર ભારતીય

ભારતની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના મહિલાઓની વન-ડેના આઇસીસી રૅન્કિંગ્સમાં ટૉપ-ટેનમાં પહોંચેલી એકમાત્ર ભારતીય છે.

06 July, 2022 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK