Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કપોળ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેએસજી‍ સ્ટ્રાઇકર્સ અને કેએસજી સુપરસ્ટાર્સ ટીમ ચૅમ્પિયન

કપોળ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેએસજી‍ સ્ટ્રાઇકર્સ અને કેએસજી સુપરસ્ટાર્સ ટીમ ચૅમ્પિયન

02 January, 2023 12:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાઇનલમાં કેએસજી સ્ટ્રાઇકર્સના કૅપ્ટન દુષ્યંત દોશીએ બૅટિંગ લીધા પછી તેમની ટીમે ૪૦ ઓવરમાં ૨૫૩ રન બનાવ્યા હતા

ગ્રુપ ‘બી’માં કેએસજી સુપરસ્ટાર્સ ટીમ

ગ્રુપ ‘બી’માં કેએસજી સુપરસ્ટાર્સ ટીમ


કપોળ સમાજની કાંદિવલી-વેસ્ટના પય્યાડે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી કેએસજી ૪૦-૪૦ કપ ટુર્નામેન્ટમાં ગ્રુપ ‘એ’ની ચૅમ્પિયન ટીમ કેએસજી સ્ટ્રાઇકર્સ (જમણે, ઉપર). ફાઇનલમાં કેએસજી સ્ટ્રાઇકર્સના કૅપ્ટન દુષ્યંત દોશીએ બૅટિંગ લીધા પછી તેમની ટીમે ૪૦ ઓવરમાં ૨૫૩ રન બનાવ્યા હતા, જેમાં માધવ વળિયા (૧૭ બૉલમાં ૪૩), કરણ વોરા (૪૩ બૉલમાં ૪૦), સિતાંશુ પારેખ (૧૭ બૉલમાં ૩૬), આકાશ ભુતા (૩૯ બૉલમાં ૩૧), હર્ષિત ગોરડિયા (૩૫ બૉલમાં ૨૬)નાં મોટાં યોગદાનો હતાં. પારેખ-વળિયાની જોડીના ફાઇટબૅકથી સ્ટ્રાઇર્ક્સે મૅચમાં કમબૅક કર્યું હતું. કેએસજી ચૅમ્પ્સ ટીમ ૩૪.૧ ઓવરમાં ૧૯૮ રને ઑલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઓપનર મૌલિક મેહતાના ૧૯ બૉલમાં ૩૫ રન હતા. નિહાર મોદી (૨૮ રનમાં પાંચ વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.



ગ્રુપ ‘એ’ની ચૅમ્પિયન ટીમ કેએસજી સ્ટ્રાઇકર્સ


ગ્રુપ ‘બી’માં કેએસજી સુપરસ્ટાર્સ ટીમ ૩ રનથી ફાઇનલ જીતીને ચૅમ્પિયન બની હતી (જમણે, નીચે). આ ટીમના કૅપ્ટન સંદીપ ગાંધીએ બૅટિંગ લીધા બાદ તેમની ટીમે જે ૩૦૪ રન બનાવ્યા એમાં કરણ મોદી (૩૦ બૉલમાં ૪૯) અને રાહુલ મહેતા (૫૯ બૉલમાં ૪૩)નાં મુખ્ય યોગદાનો હતાં. અત્યંત રસાકસીભરી મૅચમાં કેએસજી ચૅલેન્જર્સ ટીમ ૩૦૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં ભાવિન સંઘવી (૬૩ બૉલમાં ૬૭) અને મીત મહેતા (૩૧ બૉલમાં ૪૯) તેમ જ કલ્પેશ વોરા (૧૭ બૉલમાં ૨૯), જીત મથુરિયા (૨૯ બૉલમાં ૩૩) અને જિગર પારેખ (૧૫ બૉલમાં ૨૬)નો મોટો ફાળો હતો. ધવલ ગાંધીએ ૩૧ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. કરણ મોદીએ પચીસ રનમાં બે વિકેટ પણ લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK