Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની મર્યાદિત ઓવર્સની ક્રિકેટઃ અમર્યાદિત સવાલોની માયાજાળ

ભારતની મર્યાદિત ઓવર્સની ક્રિકેટઃ અમર્યાદિત સવાલોની માયાજાળ

01 January, 2023 08:50 PM IST | Mumbai
Ajay Motivala | ajaymotivala@mid-day.com

ભારતમાં આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે. એલ. રાહુલનું ટી૨૦ ભાવિ અધ્ધરતાલ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે. એલ. રાહુલનું ટી૨૦ ભાવિ અધ્ધરતાલ છે. આ ત્રણેય ટોચના બૅટર્સ વન-ડે વર્લ્ડ કપના વર્ષમાં પાછા અસલ ફોર્મમાં આવશે કે કેમ એ પ્રશ્ન છે.

પંતને લીધે ઘણા પ્રશ્નો
રિષભ પંત શુક્રવારના કાર અકસ્માત પછી હવે ક્યારથી, કેટલું અને કેવું રમી શકશે એ લાખ રૂપિયાનો સવાલ છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ફિટનેસ પણ ચર્ચામાં છે. રવીન્દ્ર જાડેજા ઘૂંટણની સર્જરીને લીધે સપ્ટેમ્બર મહિનાથી ટીમમાં નથી અને ક્યારે કમબૅક કરશે એ પણ મોટો સવાલ છે.



હાર્દિક પર જવાબદારી
હાર્દિક પંડ્યા ટી૨૦ કૅપ્ટન્સીની જવાબદારીને લીધે ક્યાં સુધી રેગ્યુલર ઑલરાઉન્ડરના રૂપમાં યોગદાન આપતો રહેશે એ મુદ્દો પણ આપણને મૂંઝવી રહ્યો છે. એપ્રિલ-મેની આઇપીએલ રમીને કેટલાક ભારતીય ખેલાડીઓ ત્યાર પછીની ઇન્ટરનૅશનલ સિરીઝો માટે અનફિટ થઈ જશે તો કેટલાક નવા ચહેરા પણ ટીમ ઇન્ડિયાને મળી શકશે. ખાસ કરીને લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં ભારતને ભરોસાપાત્ર ઓપનિંગ જોડી ક્યારે મળશે એય ચર્ચાનો વિષય છે.


આ પણ વાંચો:વર્લ્ડ રેકૉર્ડની સાથે મેસીએ સાકાર કર્યું વર્લ્ડ કપનું સપનું

પૃથ્વીને કમબૅક કરવા મળશે?
૨૦૧૮માં ટેસ્ટના ડેબ્યુમાં ૧૮ વર્ષની ઉંમરે સદી ફટકારીને યંગેસ્ટ સેન્ચુરિયન ભારતીયોમાં સચિન તેન્ડુલકર પછી બીજું સ્થાન ધરાવનાર પૃથ્વી શૉને ટી૨૦ અને વન-ડેમાં ફરી રમવા મળશે? પૃથ્વીને પાછો ટીમમાં સમાવવા વિશેના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરની સૂચનને સિલેક્ટરો ધ્યાનમાં લેશે?


કિશન પર મોટો મદાર
વન-ડેના નવા ડબલ સેન્ચુરિયન ઈશાન કિશન પાસે ટીમ હવે ઘણી અપેક્ષા આપશે. રિષભ પંત ઘૂંટણ, પગની ઘૂંટી અને પીઠ સહિત છ પ્રકારની ઈજાને કારણે કમસે કમ છ મહિના નહીં રમી શકે એટલે કિશન પર ઓપનિંગ ઉપરાંત વિકેટકીપિંગની જવાબદારી આવી પડશે અને તે પર્ફોર્મન્સમાં કેટલું સાતત્ય જાળવી શકશે એ જોવું રહ્યું. ગૌતમ ગંભીરે પણ કહ્યું છે કે શિખર ધવન હમણાં વન-ડે ટીમની બહાર હોવાથી કિશનને ટીમમાં લાંબો સમય જાળવી રાખવો જોઈએ. જે ખેલાડીએ થોડા દિવસ પહેલાં ૩૫ ઓવરમાં ૨૦૦ રન બનાવ્યા હોય તે જ અત્યારે તો વન-ડેમાં રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર બનવા એકદમ બંધબેસતો છે. શુભમન ગિલનું ભાવિ પણ ઘણું ઉજ્જ્વળ છે. મિડલ ઑર્ડરમાં સૂર્યકુમાર યાદવથી ચડિયાતો બીજો કોઈ નથી અને તેને વિરાટ કોહલીના અનુભવનો સાથ મળશે. શ્રેયસ ઐયર હવે શૉર્ટ બૉલ સામે સારું રમવા લાગ્યો છે એટલે કોઈ પણ હરીફ ટીમ સામે તે જ બેસ્ટ છે એમ કહી શકાય. તેના પછીના ક્રમે હાર્દિક પંડ્યા રમશે એટલે ટીમને મોટો સ્કોર મળવામાં ખાસ કંઈ મુશ્કેલી નહીં પડે. હવે તો બોલર્સ પણ થોડાઘણા રન બનાવવા લાગ્યા છે એટલે બૅટિંગમાં સારી એવી ડેપ્થ આવનારા સમયમાં જોવા મળશે.
આ અને આવા અનેક સવાલો અને મુદ્દા ટી૨૦ રૅન્કિંગના નંબર-વન અને વન-ડેના નંબર-ફોર ભારત સમક્ષ છે. તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપના સેમી ફાઇનલના ફિયાસ્કો પછી હવે ભારત વન-ડે પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, કારણ કે ઑક્ટોબરમાં ઓડીઆઇ વર્લ્ડ કપ ભારતમાં જ રમાવાનો છે અને ફરી યજમાનને ચૅમ્પિયન બનવાનો મોકો મળવાનો છે.

૨૦૨૩ ઃ લિમિટેડ ઓવર્સનું વર્ષ
ટૂંકમાં ૨૦૨૩નું વર્ષ ખાસ કરીને મર્યાદિત ઓવર્સની ક્રિકેટનું વર્ષ બની રહેશે અને એમાં પણ ભારત આઉટ ઑફ ફોર્મ અનુભવી ખેલાડીઓને બાજુ પર મૂકીને કેવી નવી યુવા ટીમ બનાવશે એમાં જ સિલેક્ટર્સ અને ટીમ મૅનેજમેન્ટની ખરી કસોટી થશે.

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2023 08:50 PM IST | Mumbai | Ajay Motivala

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK