યુવા ઓપનર સૈમ અયુબ ઈજાને કારણે બહાર થયા બાદ ટીમને ફખર ઝમાન સાથે ટોચ પર જોડી બનાવવા માટે કામચલાઉ રિપ્લેસમેન્ટ શોધવાની ફરજ પડી છે.
કામરાન અકમલ
ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન કામરાન અકમલે ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ચાલી રહેલી ત્રિકોણીય સિરીઝ દરમ્યાન સ્ટાર બૅટ્સમૅન બાબર આઝમને ઓપનિંગ ભૂમિકામાં પ્રમોટ કરવાના પાકિસ્તાન મૅનેજમેન્ટના નિર્ણયની ટીકા કરી છે. યુવા ઓપનર સૈમ અયુબ ઈજાને કારણે બહાર થયા બાદ ટીમને ફખર ઝમાન સાથે ટોચ પર જોડી બનાવવા માટે કામચલાઉ રિપ્લેસમેન્ટ શોધવાની ફરજ પડી છે. ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં પણ બાબર આઝમે જ ઓપનિંગ માટે ઊતરવું પડશે.
યુટ્યુબ ચૅનલ પર પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડની મૅચ વિશે રિવ્યુ આપતાં કામરાન અકમલ કહે છે, ‘ટીમ-મૅનેજમેન્ટે એક મિડલ ઑર્ડર બૅટરને ઓપનિંગ માટે ઉતારીને મોટી ભૂલ કરી છે. તમે બાબરને ઓપનિંગ આપી રહ્યા છો. આ નિર્ણયથી ટીમ-કૉમ્બિનેશન ખરાબ થઈ ગયું છે અને બાબરનો આત્મવિશ્વાસ પણ ખરાબ થયો છે.’
ADVERTISEMENT
ICC વન-ડે બૅટર્સના લિસ્ટમાં નંબર વનનું સ્થાન ધરાવતા બાબર આઝમે આ ફૉર્મેટમાં ઓપનિંગમાં સૌથી ઓછા ૩૬ રન અને ત્રીજા ક્રમે સૌથી વધુ ૫૪૧૬ રન ફટકાર્યા છે. તેણે પોતાની તમામ ૧૯ વન-ડે સેન્ચુરી ત્રીજા ક્રમે બૅટિંગ કરીને જ ફટકારી છે.
વન-ડેમાં અલગ-અલગ પોઝિશન પર બાબર આઝમનો પર્ફોર્મન્સ

ઓપનિંગ : ત્રણ ઇનિંગ્સમાં ૩૬ રન
ત્રીજા ક્રમે : ૧૦૪ ઇનિંગ્સમાં ૫૪૧૬ રન
ચોથા ક્રમે : ૧૩ ઇનિંગ્સમાં ૪૫૩ રન
છઠ્ઠા ક્રમે : એક ઇનિંગ્સમાં ૬૨ રન


