અમદાવાદમાં જન્મેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦ વર્ષ પૂરાં કર્યાં હતાં. તેની શાનદાર કરીઅરમાં તેણે ત્રણેય ફૉર્મેટમાં ભારત માટે ૧૦૦ પ્લસ વિકેટ લઈને અનેક સિદ્ધિઓ પોતાના નામે કરી છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦ વર્ષ પૂરાં થવાની ખુશીમાં સ્પેશ્યલ પોસ્ટ શૅર કરી બુમરાહે
અમદાવાદમાં જન્મેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦ વર્ષ પૂરાં કર્યાં હતાં. તેની શાનદાર કરીઅરમાં તેણે ત્રણેય ફૉર્મેટમાં ભારત માટે ૧૦૦ પ્લસ વિકેટ લઈને અનેક સિદ્ધિઓ પોતાના નામે કરી છે. ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઍક્ટિવ પ્લેયર્સ વચ્ચે સ્પિનર રવીન્દ્ર જાડેજા (૬૩૪ વિકેટ) બાદ બુમરાહ (૪૮૬ વિકેટ) બીજા ક્રમે છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦ વર્ષ પૂરાં થવાની ખુશીમાં ૩૨ વર્ષના જસપ્રીત બુમરાહે ‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મના ‘નાનક નામ જહાજ હૈ...’ સૉન્ગ સાથે પોતાના શાનદાર પ્રદર્શનની વિડિયો-ક્લિપ શૅર કરી હતી.
બુમરાહે સોશ્યલ મીડિયા પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘એક બાળકનું સપનું સાકાર થયું એને ૧૦ વર્ષ પૂરાં થયાં. તે બાળક એવી રમતના પ્રેમમાં હતો જેણે આ દુનિયાનો સૌથી અલગ અનુભવ કરાવ્યો. અપેક્ષાઓ, મંતવ્યો અને વિચારધારાઓને અવગણીને તેણે આ સફર ચાલુ રાખી. પરિવાર અને ભગવાનના પ્રેમ, સમર્થન અને શ્રદ્ધાથી સફર જીવંત રહી. આભાર વાહેગુરુજી. બાબાજી અમારા પર તમારા આશીર્વાદ વરસાવતા રહો. સતનામ વાહેગુરુ.’


