ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારી વાત નીડરતાપૂર્વક રજૂ કરો. હાલની સ્થિર પરિસ્થિતિને બદલવા માટે કંઈક હલાવવું પડે એમ હોય તો ડરશો નહીં. જેમનું પાચનતંત્ર સંવેદનશીલ છે તેમણે પોતાની ખાણી-પીણીની આદતો પર વધુ ધ્યાન આપવું જોઈએ. જે તમારી પસંદ છે પણ પાચનતંત્રને પસંદ નથી એવું ખાવાથી બચો. કેટલાક લોકોએ હાલ જ્યાં રહે છે એ ઘરમાં બદલાવ કરવો પડી શકે છે. શિફ્ટિંગ દરમ્યાન સામાનની હેરફેર બાબતે તમારે ખૂબ સુવ્યવસ્થિત રહેવાની જરૂર છે.
ઍક્વેરિયસ જાતકો દોસ્ત તરીકે
આ રાશિના જાતકો ખૂબ મોટું સોશ્યલ સર્કલ રાખવાનું પસંદ કરે છે. જોકે કોઈ બીજી વ્યક્તિ પર સાચે ભરોસો કરવામાં ખૂબ સમય લે છે. તેઓ બીજા લોકોની સારાઈ જુએ છે અને સામાન્ય રીતે નાની-મોટી ભૂલોને માફ કરી દે છે. ઍક્વેરિયસ જાતકો સાથે બૌદ્ધિક રીતે જોડાવાને વધુ મહત્ત્વ આપે છે અને તેઓ ક્યારેક સાવ જ એકાંતપ્રિય થઈ ગયા હોય એવા દેખાઈ શકે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
ભૂતકાળમાં બનેલી એવી કોઈ પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ શકે છે અને તમારે એને યોગ્ય રીતે હૅન્ડલ કરવી જોઈએ. પ્રૉપર્ટી અને વારસાઈ સંપત્તિના મામલે આ સારો સમય છે.
કરીઅર ટિપ : કરીઅરને લગતો કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તમામ જાણકારી એકત્ર કરી લો. ઑન્ટ્રપ્રનર અને સેલ્ફ-એમ્પ્લૉઇડ બિઝનેસમેન માટે આ સારો સમય છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
જે લોકો કાયદાકીય ગૂંચોમાં ફસાયેલા છે તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમની પાસે જરૂરી તમામ પેપરવર્ક તૈયાર હોય. આગળ વધવા માટે જો તમને કોઈ ડર લાગતો હોય તો એ છોડી દો.
કરીઅર ટિપ : જો તમે વિદેશમાં કોઈ સંભવિત ક્લાયન્ટ સાથે વાતચીત કરી રહ્યા છો તો કલ્ચરલ અવેરનેસ બહુ જરૂરી છે. સેલ્ફ-એમ્પ્લૉઇડ બિઝનેસમેન જો વિસ્તાર કરવા માગતા હોય તો આ સમય સારો છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમને કોઈ પરિસ્થિતિ જેટલી મુશ્કેલ લાગી રહી છે એ કદાચ એટલી મુશ્કેલ ન હોય એવું શક્ય છે. તમારા અંતરાત્માના અવાજને સાંભળો અને નક્કી કરો કે શું સાચું છે અને શું ખોટું.
કરીઅર ટિપ : કોઈ કૉમ્પિટિટિવ કર્મચારી સાથે સમજદારી સાથે ડીલ કરો. તેમની સાથે એવી કોઈ પણ માહિતી શૅર ન કરો જેની જરૂર ન હોય. તમામ નિર્ણયો ખૂબ સમજી-વિચારીને જ લો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
કોઈ દોસ્તી કે સંબંધમાં થોડીક વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે. સંબંધો પર ધ્યાન આપવું જરૂરી છે. તમે હંમેશાં સાચા જ હોવા જોઈએ એવી અપેક્ષા છોડી દો.
કરીઅર ટિપ ઃ જરૂર હોય ત્યારે વાતચીત કરી લો અને જો કોઈ નવા કૉન્ટ્રૅક્ટ પર વાટાઘાટો ચાલી રહી હોય તો એમાં સ્પષ્ટ રહો. બીજા લોકોના કમિટમેન્ટ પર ભરોસો રાખીને તમે કોઈ કમિટમેન્ટ ન આપી દો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ પડકારનો સામનો તમે તમારી અંદરનો અવાજ સાંભળીને અને પરિસ્થિતિને વધુ ન ગૂંચવીને લાવી શકો એમ છો. તમે કોના પર ભરોસો કરી શકો એમ છો એ નક્કી કરવામાં કાળજી રાખો.
કરીઅર ટિપ : તમારી પાસે જે માહિતી કે ડેટા છે એને સમૃદ્ધ કરવાની કોશિશ કરો. તમામ ખાતાંમાં બૅલૅન્સ રાખો. ઘરેથી બિઝનેસ કરતા લોકો માટે આ સારો સમય છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
તમારી પસંદની હૉબી માટે સમય કાઢો. એમાં કોઈ જ સ્પર્ધાની જરૂર ન હોવી જોઈએ. રોકાણ અને નાણાકીય બાબતોમાં વધુ સાવધાન રહો.
કરીઅર ટિપ : કોઈ સિનિયર પાસેથી મળેલી માહિતી પર ધ્યાન આપો. કર્મચારીઓ સાથે ગૉસિપ ન કરો અને માત્ર તમારા કામ પર ફોકસ કરો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જૂની કોઈ વિકટ પરિસ્થિતિ ચાલતી હોય તો એની સાથે સ્ટ્રૉન્ગ થઈને ડીલ કરો. એમાંથી પાછા હટવાની જરૂર નથી. તમારા ધ્યેય સુધી પહોંચવા માટે હાર્ડ વર્ક કરવાની જરૂર છે.
કરીઅર ટિપ ઃ બૉસ અને સિનિયર્સ સાથે સારા પરંતુ પ્રોફેશનલ સંબંધો બનાવી રાખો. તમારી પૂરી ક્ષમતાથી પ્રોફેશનલ નેટવર્કનો ઉપયોગ કરો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જે સાચું હોય એ જ કરો અને કોઈ બીજાના મંતવ્યથી જાતને જરાય પ્રભાવિત ન થવા દો. તમને મળતી તકોનો પૂરતો ફાયદો ઉઠાવો.
કરીઅર ટિપ : જો યોગ્ય રીતે સંભાળવામાં આવે તો નાના પ્રોજેક્ટમાં પણ ખૂબ પૉટેન્શિયલ હોઈ શકે છે. ઑન્ટ્રપ્રનર્સ અને સાઇડમાં ઇન્કમ મળે એવું કામ કરનારા લોકો માટે સારો સમય છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
બદલાતી પરિસ્થિતિઓને સમજી-વિચારીને સંભાળો. જે લોકો કોઈ સંબંધોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય તેમણે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં આજનો નહીં, લાંબા ગાળાનો વિચાર કરવાની જરૂર છે.
કરીઅર ટિપ : જો તમે કરીઅરના ક્ષેત્રમાં બદલાવ કરવા ઇચ્છતા હો તો સમજી-વિચારીને જોખમ ઉઠાવો. સાથે કામ કરતા લોકો કે તમે જેને ખૂબ ગાઢ દોસ્ત માનો છો એવા કોઈનીયે સાથે ગૉસિપ ન જરો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમે જે કરશો એ જ તમને મળશે, પછી ભલે એ તમને ગમે કે ન ગમે. બીજા પાસેથી અપેક્ષાઓ રાખવાની બાબતમાં વાસ્તવિક બનવાની જરૂર છે. જોકે તમારાં ધારાધોરણોને નીચા કરવાની જરૂર નથી.
કરીઅર ટિપ : લખવા અને બોલવા બન્ને પ્રકારના કમ્યુનિકેશનમાં ખૂબ જ સાવધાન રહો, કેમ કે કોઈ પણ નાની ભૂલ બહુ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. ઑન્ટ્રપ્રનર્સ માટે સારો સમય છે.


