Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લગ્નનો નહીં, રમત પર ધ્યાન આપવાનો સમય છે

લગ્નનો નહીં, રમત પર ધ્યાન આપવાનો સમય છે

Published : 19 February, 2026 10:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાદાના અતિ ઉત્સાહને લીધે ઈશાન ‌કિશનનાં લગ્નની ફેલાયેલી અફવા વિશે મમ્મીનો ખુલાસો

ઈશાન કિશનની મમ્મી સુચિત્રા દેવીએ લગ્નની વાતોને નકારી દીધી

ઈશાન કિશનની મમ્મી સુચિત્રા દેવીએ લગ્નની વાતોને નકારી દીધી


બે વર્ષ બાદ કમબૅકમાં કમાલ કરી રહેલો ઈશાન કિશન સોશ્યલ મીડિયામાં તેના પર્ફોર્મન્સ ઉપરાંત ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથેનાં લગ્નની ચર્ચાને લીધે પણ છવાયેલો છે. તેના દાદાએ અતિ ઉત્સાહમાં મીડિયા સાથેની વાતચીતમાં અદિતિ તેના પૌત્રની ગર્લફ્રેન્ડ હોવાનો સ્વીકાર કરતાં બન્નેનાં ટૂંક સમયમાં લગ્ન થવાની ચર્ચા થવા લાગી હતી. જોકે ઈશાન કિશનની મમ્મી સુચિત્રા દેવીએ આ બધી અફવાઓ ગણાવીને લગ્નની વાતોને નકારી દીધી હતી. કિશનની મમ્મીએ કહ્યું હતું કે ‘આ લગ્નની વાત કરવાનો સમય નથી. આ તેનો રમવાનો સમય છે. તે હજી એટલો મોટો નથી થઈ ગયો કે તેનાં લગ્ન વિશે ચર્ચા કરીએ. દાદાની ઉંમર થઈ ગઈ છે. ઉંમરલાયક લોકો હંમેશાં થોડા ઉત્સાહિત થઈ જતા હોય છે. સોશ્યલ મીડિયામાં કંઈ ને કંઈ આવતું જ રહેતું હોય છે. તેમણે જે કહ્યું હતું એ બધું સોશ્યલ મીડિયામાં જોઈને કહ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK