Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફાસ્ટ બોલર આકિબ નબી જેવા ખેલાડીઓની અવગણના કરીને તેમના પીક ટાઇમને વેસ્ટ ન કરવો જોઈએ : ઇરફાન પઠાન

ફાસ્ટ બોલર આકિબ નબી જેવા ખેલાડીઓની અવગણના કરીને તેમના પીક ટાઇમને વેસ્ટ ન કરવો જોઈએ : ઇરફાન પઠાન

Published : 31 July, 2026 10:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાને ફાસ્ટ બોલર આકિબ નબીને સતત અવગણવા બદલ પસંદગીકારોની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આવા પ્રતિભાશાળી ફાસ્ટ બોલરોના શ્રેષ્ઠ સમયનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.

 ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ


ભારતનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર ઇરફાન પઠાન ભારતીય ટીમમાં ફરી એક વાર ફાસ્ટ બોલર આકિબ નબીની અવગણનાથી આશ્ચર્યચકિત થયો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં જમ્મુ ઍન્ડ કાશ્મીરના આકિબ નબીને સિલેક્ટ ન કરનાર સિલેક્ટર્સની ઇરફાને ટીકા કરી છે. ઇરફાન કહે છે, ‘મને શ્રીલંકા ટૂર માટે સિલેક્શન-પ્રક્રિયા સમજાઈ નહોતી. જો ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હોય તો તમે આકિબને પુરસ્કાર કેમ ન આપ્યો? તેને એ સ્તરે રમાડવાની અને તેનું મૂલ્યાંકન કરવાની આ સંપૂર્ણ તક હતી. સ્પિનર સારાંશ જૈનને સતત સારા પ્રદર્શનનું ફળ મળ્યું તો આકિબ નબીને કેમ નહીં? તમે ઝડપી બોલરનો તેમના શ્રેષ્ઠ સમયગાળા દરમ્યાન ઉપયોગ કરવામાં જેટલો વધુ વિલંબ કરશો તો તમે તેની પ્રતિભા ગુમાવશો. ઝડપી બોલરો ૨૭થી ૩૨ વર્ષની વય વચ્ચે તેમના શ્રેષ્ઠ ફૉર્મમાં હોય છે. તમે એવો સમય ન બગાડી શકો જ્યારે કોઈ ખેલાડી સારા લયમાં હોય છે. હું હજુ પણ આ નિર્ણય પાછળના તર્કને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું.’૪૩ ફર્સ્ટ ક્લાસ મૅચમાં આકિબ નબીએ ૨.૯૦ના ઇકૉનૉમી-રેટ સાથે ૧૬૨ વિકેટ લીધી છે. હાલમાં શ્રીલંકામાં ઇન્ડિયા A ટીમની બે અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં તેણે ૬ વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK