વર્તમાન સીઝનની હમણાં સુધીની બન્ને મેઇડન ઓવર ઉત્તર પ્રદેશના આ ડાબોડી બોલરે જ ફેંકી છે.
મોહસિન ખાન અને વૈભવ સૂર્યવંશી
લખનઉ સુપર જાયન્ટ્સના ૨૭ વર્ષના ફાસ્ટ બોલર મોહસિન ખાને IPLમાં ઇતિહાસ રચ્યો છે. તેણે બુધવારે રાજસ્થાન રૉયલ્સ સામે ૪ ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ લીધી હતી. તેણે વૈભવ સૂર્યવંશીને ૮ રનના સ્કોર પર દિગ્વેશ સિંહ રાઠીના હાથે કૅચઆઉટ કરાવ્યો હતો. ૧૪ મૅચમાં ૫૦૦ પ્લસ રન કરનાર યંગેસ્ટ બૅટર વૈભવ સૂર્યવંશી સામે તે IPLમાં મેઇડન ઓવર ફેંકનાર પહેલો બોલર બન્યો છે. વર્તમાન સીઝનની હમણાં સુધીની બન્ને મેઇડન ઓવર ઉત્તર પ્રદેશના આ ડાબોડી બોલરે જ ફેંકી છે.
