Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શેન વૉટ્સનને પછાડીને રાજસ્થાનનો નંબર વન બોલર બન્યો જોફ્રા આર્ચર

શેન વૉટ્સનને પછાડીને રાજસ્થાનનો નંબર વન બોલર બન્યો જોફ્રા આર્ચર

Published : 24 April, 2026 02:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૮થી IPL રમી રહેલો આ બોલર ૨૦૨૨ અને ૨૦૨૩માં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતો. જોકે પાંચ મૅચમાં બે વિકેટ જ લઈ શક્યો હતો.

શેન વૉટ્સન અને જોફ્રા આર્ચર

શેન વૉટ્સન અને જોફ્રા આર્ચર


ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર રાજસ્થાન રૉયલ્સ માટે સૌથી વધુ ૬૮ T20 વિકેટ લેનાર બોલર બન્યો છે. અગાઉ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર શેન વૉટ્સને IPLમાં ૬૧ વિકેટ અને ચૅમ્પિયન્સ T20 લીગની ૬ વિકેટ સહિત ૮૪ મૅચમાં ટોટલ ૬૭ વિકેટ રાજસ્થાન માટે લીધી હતી. IPLમાં રાજસ્થાન માટે સૌથી વધુ વિકેટ લેવા મામલે તેણે ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો ૪૬ મૅચમાં ૬૬ વિકેટનો રેકૉર્ડ તોડ્યો હતો. જોફ્રા આર્ચરે પાંચ સીઝનમાં ૫૪ મૅચ રમીને રાજસ્થાન માટે હાઇએસ્ટ વિકેટો ઝડપી છે. તેણે આ ટીમ માટે ૨૦૮ ઓવરમાં ૭.૭૪ના ઇકૉનૉમી-રેટ અને ૨૩.૬૯ની ઍવરેજથી ૧૬૧૧  રન આપ્યા છે. ૨૦૧૮થી IPL રમી રહેલો આ બોલર ૨૦૨૨ અને ૨૦૨૩માં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતો. જોકે પાંચ મૅચમાં બે વિકેટ જ લઈ શક્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK