મિડલ ઈસ્ટના સંઘર્ષ વચ્ચે IPL 2026 માટે સંકટ ઊભું થયું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ચેન્નઈમાં ગઈ કાલે પાંચ વખતની IPL ચૅમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે આગામી સીઝનની તૈયારી શરૂ કરી હતી. ટીમના અનુભવી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, ઉર્વિલ પટેલ અને આયુષ મ્હાત્રે પણ ટ્રેઇનિંગ કૅમ્પમાં ભાગ લેવા માટે ચેન્નઈ પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર IPL 2026 આગામી ૨૮ માર્ચથી ૩૧ મે દરમ્યાન રમાશે.
મિડલ ઈસ્ટના સંઘર્ષ વચ્ચે IPL 2026 માટે સંકટ ઊભું થયું
ADVERTISEMENT
મિડલ ઈસ્ટના વધતા તનાવને કારણે ઘણા દેશોમાં હવાઈ ક્ષેત્ર ખોરવાઈ ગયું છે. દુબઈ અને દોહા જેવા ગલ્ફ હબ પ્રભાવિત હોવાથી વિદેશી ખેલાડીઓ અને ફિટનેસ સ્ટાફની IPL માટેની ભારતની મુસાફરી અનિશ્ચિત બની છે. ભારતમાં વિધાનસભા ચૂંટણીઓ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ક્રિકેટ બોર્ડ માટે IPL 2026નું શેડ્યુલ નક્કી કરવું એક મોટો પડકાર બન્યો છે. જોકે IPL ટીમોએ પોતાના સ્થાનિક પ્લેયર્સ અને કોચિંગ સ્ટાફ સાથે પ્રી-સીઝન કૅમ્પ શરૂ કરી દીધા છે.
