Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અભિષેક શર્મા અને ઈશાન કિશન હૈદરાબાદની ઇન્ટ્રા સ્ક્વૉડ પ્રૅક્ટિસ-મૅચમાં ફિફ્ટી પ્લસની ઇનિંગ્સ રમ્યા

અભિષેક શર્મા અને ઈશાન કિશન હૈદરાબાદની ઇન્ટ્રા સ્ક્વૉડ પ્રૅક્ટિસ-મૅચમાં ફિફ્ટી પ્લસની ઇનિંગ્સ રમ્યા

Published : 23 March, 2026 12:56 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને ઇનિંગ્સમાં ટીમના પ્લેયર્સે ૨૫૦+ રન ખડકી દીધા

અભિષેક શર્મા અને ઈશાન કિશન ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદના ફૅન્સની મીટ ઍન્ડ ગ્રીટ ઇવેન્ટમાં જોડાયા હતા.

અભિષેક શર્મા અને ઈશાન કિશન ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદના ફૅન્સની મીટ ઍન્ડ ગ્રીટ ઇવેન્ટમાં જોડાયા હતા.


હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેયર્સ વચ્ચે ઇન્ટ્રા-સ્ક્વૉડ પ્રૅક્ટિસ-મૅચ રમાઈ હતી. ગ્રુપ B તરફથી રમતાં ઈશાન કિશને ૨૫  બૉલમાં ૭૨ રન ઝૂડી નાખ્યા હતા. ગ્રુપ Bએ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૮૨ રન કર્યા હતા. ગ્રુપ-Aની ટીમે ૯ વિકેટ ગુમાવીને ૨૫૩ રન કર્યા હતા. અભિષેક શર્માએ ગ્રુપ માટે રમીને ૪૨ બૉલમાં શાનદાર ૯૪ રન કર્યા હતા.

હૅન્રીક ક્લાસેને ૩૧ બૉલમાં ૪૯ રન, સલિલ અરોરાએ ૨૬ બૉલમાં ૫૬ રન, ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે પાંચ વિકેટ, હર્ષલ પટેલ-નીતીશ કુમાર રેડ્ડીએ ૩-૩ વિકેટ લઈને પ્રભાવિત કર્યા હતા. રેગ્યુલર કૅપ્ટન પૅટ કમિન્સ વગર IPL 2026માં મજબૂત શરૂઆત કરવા પ્લેયર્સ તનતોડ મહેનત કરતા જોવા મળ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 12:56 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK