વર્તમાન સીઝનની પહેલી ટક્કરમાં બૅન્ગલોરમાં મળેલી હારનો બદલો દિલ્હીમાં લીધો, ૨૬/૩ સ્કોર હતો ત્યાંથી ૧૧૯ રનની પાર્ટનરશિપ કરીને વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ બૅન્ગલોરને જીત અપાવી.
વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યા
દિલ્હીએ આઠ વિકેટ ગુમાવીને આપેલા ૧૬૩ રનના ટાર્ગેટ સામે ૧૬૫ રન બનાવી ૬ વિકેટે જીત્યું બૅન્ગલોર.
IPL 2025ની ૪૬મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૬ વિકેટે દિલ્હી કૅપિટલ્સ સામે જીત મેળવી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર દિલ્હીએ આઠ વિકેટ ગુમાવીને ૧૬૨ રન બનાવ્યા હતા. બૅન્ગલોરે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાની ૧૧૯ રનની ભાગીદારીના આધારે ચાર વિકેટે ૧૬૫ રન ફટકારીને નવ બૉલ પહેલાં જીત નોંધાવી હતી. કોહલીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં મળેલી આ જીત સાથે બૅન્ગલોરે સીઝનની પહેલી ટક્કરમાં એમ. ચિન્નાસ્વામીમાં મળેલી હારનો બદલો લીધો છે. વર્તમાન સીઝનમાં ઘરની બહાર બૅન્ગલોરની આ છઠ્ઠી જીત હતી.
૧૫૦મી IPL મૅચ રમનાર ફાફ ડુ પ્લેસી (૨૬ બૉલમાં બાવીસ રન) સાથે ઓપનર અભિષેક પોરેલ (૧૧ બૉલમાં ૨૮ રન) સાથે ૩૩ રનની ભાગીદારી કરીને ટીમને અંકદરે સારી શરૂઆત અપાવી હતી. કે. એલ. રાહુલ (૩૯ બૉલમાં ૪૧ રન)ની ધીરજપૂર્વકની ઇનિંગ્સ તથા ટ્રિસ્ટન સ્ટબ્સ (૧૮ બૉલમાં ૩૪ રન) અને વિપ્રાજ નિગમ (૬ બૉલમાં ૧૨ રન) વચ્ચેની સાતમી વિકેટની ૩૮ રનની પાર્ટનરશિપથી દિલ્હીની ટીમ આ સીઝનમાં પોતાની પહેલી ઇનિંગ્સના લોએસ્ટ ૧૬૨ રન સુધી પહોંચી શકી હતી.
બૅન્ગલોરના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (૩૩ રનમાં ત્રણ વિકેટ) આજના પ્રદર્શનના આધારે ૧૯૩ વિકેટ ટુર્નામેન્ટના હાઇએસ્ટ વિકેટટેકર બોલર્સમાં સ્પિનર પીયૂષ ચાવલા (૧૯૨ વિકેટ)ને પછાડી બીજા ક્રમે પહોંચ્યો હતો, જ્યારે જોશ હેઝલવુડ (૩૬ રનમાં બે વિકેટ) વર્તમાન સીઝનમાં ૧૮ વિકેટ સાથે પર્પલ કૅપહોલ્ડર બન્યો હતો.
પહેલી IPL મૅચ રમી રહેલા અને નવા ઓપનિંગ પાર્ટનર જૅકબ બેથેલ (છ બૉલમાં ૧૨ રન) સાથે ૨૦ રનની ઓપનિંગ ભાગીદારી કરનાર વિરાટ કોહલી (૪૭ બૉલમાં ૫૧ રન)એ પહેલી ઓવરથી અંતિમ ઓવર્સ સુધી ટીમની બાજી સંભાળી રાખી હતી. ટીમે ચાર ઓવરમાં ૨૬ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યાંથી કોહલીએ ચોથી વિકેટ માટે કૃણાલ પંડ્યા (૪૭ બૉલમાં ૭૩ જીત) સાથે ૧૧૯ રનની પાર્ટનરશિપ કરીને જીતનો પાયો નાખ્યો હતો. દિલ્હી માટે તેમનો કૅપ્ટન અક્ષર પટેલ (૧૯ રનમાં બે વિકેટ) સૌથી સફળ બોલર રહ્યો હતો.
પૉઇન્ટ્સ ટેબલમાં હવે નંબર વન ટીમ બની ગઈ બૅન્ગલોર
બૅન્ગલોરની ટીમ ૧૦માંથી સાત મૅચ જીતીને હવે પૉઇન્ટ્સ ટેબલમાં ૧૪ પૉઇન્ટ સાથે નંબર વન ટીમ બની છે. તેમની આ સફરમાં સ્ટાર બૅટર વિરાટ કોહલી (૪૪૩ રન) અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (૧૮ વિકેટ)નું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ અનુક્રમે ઑરેન્જ કૅપ અને પર્પલ કૅપહૉલ્ડર બની ગયા છે.
ADVERTISEMENT
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
||||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
બૅન્ગલોર |
૧૦ |
૭ |
૩ |
૦ |
+૦.૫૨૧ |
૧૪ |
ગુજરાત |
૮ |
૬ |
૨ |
૦ |
+૧.૧૦૪ |
૧૨ |
મુંબઈ |
૧૦ |
૬ |
૪ |
૦ |
+૦.૮૮૯ |
૧૨ |
દિલ્હી |
૯ |
૬ |
૩ |
૦ |
+૦.૪૮૨ |
૧૨ |
પંજાબ |
૯ |
૫ |
૩ |
૧ |
+૦.૧૭૭ |
૧૧ |
લખનઉ |
૯ |
૫ |
૪ |
૦ |
-૦.૦૫૪ |
૧૦ |
કલકત્તા |
૯ |
૩ |
૫ |
૧ |
+૦.૨૧૨ |
૭ |
હૈદરાબાદ |
૯ |
૩ |
૬ |
૦ |
-૧.૧૦૩ |
૬ |
રાજસ્થાન |
૯ |
૨ |
૭ |
૦ |
-૦.૬૨૫ |
૪ |
ચેન્નઈ |
૯ |
૨ |
૭ |
૦ |
-૧.૩૦૨ |
૪ |
વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ બૅન્ગલોર માટે ૧૧૯ રનની મૅચવિનિંગ ભાગીદારી કરી હતી.

