Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નંબર વન બન્યું પંજાબ, ક્વૉલિફાયર-વન રમશે; મુંબઈએ રમવી પડશે એલિમિનેટર : બન્નેના હરીફ નક્કી થશે આજે

નંબર વન બન્યું પંજાબ, ક્વૉલિફાયર-વન રમશે; મુંબઈએ રમવી પડશે એલિમિનેટર : બન્નેના હરીફ નક્કી થશે આજે

Published : 27 May, 2025 09:42 AM | Modified : 28 May, 2025 06:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈએ સાત વિકેટ ગુમાવીને બનાવ્યા ૧૮૪ રન, પંજાબે ૧૮.૩ ઓવરમાં ૧૮૭ રન ફટકારીને સાત વિકેટે જીત નોંધાવી : પંજાબના પ્રિયાંશ આર્ય અને જોશ ઇંગ્લિસે બીજી વિકેટ માટે ૧૦૯ રનની મૅચ-વિનિંગ પાર્ટનરશિપ કરી: મુંબઈના સૂર્યકુમાર યાદવની ધમાકેદાર ફિફ્ટી એળે ગઈ

બીજી વિકેટ માટે પંજાબના પ્રિયાંશ આર્ય અને જોશ ઇંગ્લિસે ૫૯ બૉલમાં ૧૦૯ રનની પાર્ટનરશિપ કરીને અપાવી જીત.

બીજી વિકેટ માટે પંજાબના પ્રિયાંશ આર્ય અને જોશ ઇંગ્લિસે ૫૯ બૉલમાં ૧૦૯ રનની પાર્ટનરશિપ કરીને અપાવી જીત.


IPL 2025ની ૬૯મી મૅચમાં પંજાબ કિંગ્સે ૭ વિકેટે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પૉઇન્ટ્સ ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છું. મુંબઈએ પહેલાં બૅટિંગ કરતાં સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક ફિફ્ટીના આધારે સાત વિકેટ ગુમાવીને ૧૮૪ રન બનાવ્યા હતા. પંજાબે બીજી વિકેટ માટે થયેલી ૧૦૯ રનની ભાગીદારીની મદદથી ત્રણ વિકેટે ૧૮.૩ ઓવરમાં ૧૮૭ રન ફટકારીને ૧૮૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર મુંબઈના ઓપનર્સ રાયન રિકલ્ટન (૨૦ બૉલમાં ૨૭ રન) અને રોહિત શર્મા (૨૧ બૉલમાં ૨૪ રન)એ પાંચ ઓવરમાં ૪૫ રનની સારી ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ત્રીજા ક્રમે આવેલા સૂર્યકુમાર યાદવે (૩૯ બૉલમાં ૫૭ રન) બાકીની ૧૫ ઓવર સુધી ૬ ચોગ્ગા અને બે છગ્ગ્ગા ફટકારીને ટીમની ઇનિંગ્સ સંભાળી રાખી હતી.



સૂર્યકુમારે પાંચમી વિકેટ માટે કૅપ્ટન હાર્દિક પંડ્યા (૧૫ બૉલમાં ૨૬ રન) સાથે ૪૪ રન અને છઠ્ઠી વિકેટ માટે નમન ધીર (૧૨ બૉલમાં ૨૦ રન) સાથે ૩૧ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૧૮૪ રન સુધી પહોંચાડ્યો હતો. પંજાબ તરફથી ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ (૨૮ રનમાં બે વિકેટ) અને માર્કો યાન્સેને (૩૪ રનમાં બે વિકેટ) સૌથી પ્રભાવશાળી બોલિંગ કરી હતી.


પંજાબના બૅટિંગ યુનિટે પહેલા બૉલથી જ મુંબઈના આક્રમક બોલિંગ યુનિટ સામે દબદબો જાળવી રાખ્યો હતો. ઓપનર પ્રિયાંશ આર્ય (૩૫ બૉલમાં ૬૨ રન) અને વિકેટકીપર-બૅટર જોશ ઇંગ્લિસે (૪૨ બૉલમાં ૭૩ રન) બીજી વિકેટ માટે ૫૯ બૉલમાં ૧૦૯ રનની પાર્ટનરશિપ કરીને જીત સુનિશ્ચિત કરી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયરે (૧૬ બૉલમાં ૨૬ રન અણનમ) વિનિંગ સિક્સર ફટકારીને પંજાબનું ટૉપ ટૂમાં સ્થાન મજબૂત કર્યું હતું. મુંબઈ માટે સાત બોલર્સમાંથી સ્પિનર મિચલ સેન્ટર (૪૧ રનમાં બે વિકેટ) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (૨૩ રનમાં એક વિકેટ)ને જ સફળતા મળી હતી.  

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રન-રેટ

પૉઇન્ટ

પંજાબ

૧૪

+ ૦.૩૭૨

૧૯

ગુજરાત

૧૪

+ ૦.૨૫૪

૧૮

બૅન્ગલોર

૧૩

+ ૦.૨૫૫

૧૭

મુંબઈ

૧૪

+ ૧.૧૪૨

૧૬

દિલ્હી

૧૪

+ ૦.૦૧૧ 

૧૫

હૈદરાબાદ

૧૪

- ૦.૨૪૧

૧૩

લખનઉ

૧૩

-૦.૩૩૭

૧૨

કલકત્તા

૧૪

- ૦.૩૦૫

૧૨

રાજસ્થાન

૧૪

૧૦

-૦.૫૪૯

ચેન્નઈ

૧૪

૧૦

-૦.૬૪૭


પંજાબ ક્વૉલિફાયર-વન અને મુંબઈ એલિમિનેટર મૅચ રમશે

  • પંજાબ ૧૯ પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં સ્થાન સુનિશ્ચિત કરીને કવૉલિફાયર-વન મૅચ રમશે.
  • મુંબઈ ૧૬ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે જ રહેતાં એલિમિનેટર મૅચ રમશે.
  • લખનઉ સામે બૅન્ગલોર જીતશે તો ૧૯ પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં પહોંચીને ક્વૉલિફાયર-વનમાં રમશે અને ગુજરાત ૧૮ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે સરકીને એલિમિનેટર મૅચમાં પહોંચશે.
  • જો આજે બૅન્ગલોર હારશે તો એ ૧૭ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે રહીને એલિમિનેટર રમશે અને ગુજરાત ટૉપ-ટૂમાં રહીને ક્વૉલિફાયર-વન રમશે.
Whatsapp-channel Whatsapp-channel

28 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK