તેણે ૪૫ બૉલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૭૬ રનની અણનમ ઇનિંગ્સ રમીને આ સીઝનની પહેલી ફિફ્ટી ફટકારી હતી.
રોહિત શર્મા (તસવીર : સતેજ શિંદે)
રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સનો અનુભવી બૅટર રોહિત શર્મા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે ૪૫ બૉલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૭૬ રનની અણનમ ઇનિંગ્સ રમીને આ સીઝનની પહેલી ફિફ્ટી ફટકારી હતી. આ ઇનિંગ્સમાં રોહિતે એક દેશની ધરતી પર સૌથી વધુ ૩૬૦ T20 સિક્સર ફટકારવાનો ક્રિસ ગેઇલનો ૩૫૭ સિક્સરનો રેકૉર્ડ તોડ્યો હતો.
IPLમાં સૌથી વધુ રન કરનાર નંબર-ટૂ બૅટર બન્યો રોહિત શર્મા
વિરાટ કોહલી - ૮૩૨૬ રન
રોહિત શર્મા - ૬૭૮૬ રન
શિખર ધવન - ૬૭૬૯ રન
ડેવિડ વૉર્નર - ૬૫૬૫ રન
સુરેશ રૈના - ૫૫૨૮ રન
ADVERTISEMENT
એક દેશની ધરતી પર T20માં સૌથી વધુ સિક્સર ફટકારનાર
રોહિત શર્મા - ભારતમાં ૩૬૦ સિક્સર
ક્રિસ ગેઇલ - ભારતમાં ૩૫૭ સિક્સર
વિરાટ કોહલી - ભારતમાં ૩૨૫ સિક્સર
એમ. એસ. ધોની - ભારતમાં ૨૮૬ સિક્સર
કાઇરન પોલાર્ડ - વેસ્ટ ઇન્ડીઝમાં ૨૭૬ સિક્સર

