આગલી ૬ ઇનિંગ્સમાં કુલ ૮૨ રન કરનાર હિટમૅને ધમાકેદાર બૅટિંગ કરીને ૪૫ બૉલમાં અણનમ ૭૬ રન ફટકાર્યા : ચેન્નઈએ મુંબઈના ૧૭ વર્ષ ૨૭૮ દિવસના ટીનેજર આયુષ મ્હાત્રેને મેદાનમાં ઉતાર્યો
રોહિત શર્મા (તસવીર : સતેજ શિંદે)
IPL 2025ની ગઈ કાલે રાત્રે રમાયેલી આડત્રીસમી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સને ૯ વિકેટે સજ્જડ હાર આપી હતી. ચેન્નઈએ ટૉસ હાર્યા પછી પ્રથમ બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા, મુંબઈએ ૧૭૭ રનનો ટાર્ગેટ ફક્ત ૧૫.૪ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ચેન્નઈ વતી બૅટિંગમાં માત્ર શિવમ દુબે (૩૨ બૉલમાં ૫૦) રવીન્દ્ર જાડેજા (૩૫ બૉલમાં ૫૩) અને આયુષ મ્હાત્રે (૧૫ બૉલમાં ૩૨) ઝળક્યા હતા. મુંબઈનો ૧૭ વર્ષ ૨૭૮ દિવસનો આયુષ ચેન્નઈનો યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. આયુષની IPLની આ પ્રથમ મૅચ હતી.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ગુજરાત |
૭ |
૫ |
૨ |
+૦.૯૮૪ |
૧૦ |
દિલ્હી |
૭ |
૫ |
૨ |
+૦.૫૮૯ |
૧૦ |
બૅન્ગલોર |
૮ |
૫ |
૩ |
+૦.૪૭૨ |
૧૦ |
પંજાબ |
૮ |
૫ |
૩ |
+૦.૧૭૭ |
૧૦ |
લખનઉ |
૮ |
૫ |
૩ |
+૦.૦૮૮ |
૧૦ |
મુંબઈ |
૮ |
૪ |
૪ |
+૦.૪૮૩ |
૮ |
કલકત્તા |
૭ |
૩ |
૪ |
+૦.૫૪૭ |
૬ |
રાજસ્થાન |
૮ |
૨ |
૬ |
-૦.૬૩૩ |
૪ |
હૈદરાબાદ |
૭ |
૨ |
૫ |
-૧.૨૧૭ |
૪ |
ચેન્નઈ |
૮ |
૨ |
૬ |
-૧.૩૯૨ |
૪ |
ADVERTISEMENT
આસાનીથી મૅચ જીતી લેનાર મુંબઈ માટે ગુડ ન્યુઝ એ છે કે રોહિત શર્મા ફૉર્મમાં આવી ગયો છે. રોહિતે ૪૫ બૉલમાં ૬ સિક્સ અને ચાર ફોરની મદદથી અણનમ ૭૬ રન કરીને આ IPLની તેની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી. આ મૅચ પહેલાં આ વખતે તેનો હાઇએસ્ટ સ્કોર માત્ર ૨૬ હતો અને તેણે ૬ ઇનિંગ્સમાં માત્ર ૮૨ રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે ૩૦ બૉલમાં પાંચ સિક્સ અને ૬ ફોરની મદદથી અણનમ ૬૮ રન કર્યા હતા. રોહિત શર્માને પ્લેયર ઑૅફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

