ચોથી એપ્રિલે અને ૨૭ એપ્રિલે મુંબઈ સામેની મૅચમાં રિષભ પંત સમયસર ઓવર્સ પૂરી કરી શક્યો નહોતો
બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર
લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંતને મુંબઈ ઇન્ડિયન્સ સામે સતત બીજી મૅચમાં સ્લો ઓવર-રેટ બદલ સજા થઈ છે. ચોથી એપ્રિલે અને ૨૭ એપ્રિલે મુંબઈ સામેની મૅચમાં રિષભ પંત સમયસર ઓવર્સ પૂરી કરી શક્યો નહોતો. સીઝનમાં બીજી વખતના આ ગુના બદલ તેને ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો છે, જ્યારે તેની ટીમના બાકીના સભ્યોને ૬ લાખ રૂપિયા અથવા તેમની મૅચ-ફીના પચીસ ટકાનો દંડ કરવામાં આવ્યો છે.


