ગુજરાતની સાથે બૅન્ગલોર અને પંજાબ પણ પ્લેઆૅફ માટે ક્વૉલિફાય થયાં : દિલ્હીનો બૅટર કે. એલ. રાહુલ IPLમાં ત્રણ ટીમ માટે સેન્ચુરી કરનાર પહેલો પ્લેયર બની ગયો
ગુજરાતના સાઈ સુદર્શન અને શુભમન ગિલની ઐતિહાસિક પાર્ટનરશિપના આધારે ૧૯ ઓવરમાં ૨૦૦ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
દિલ્હીએ ત્રણ વિકેટના નુકસાને ૧૯૯ રન ફટકાર્યા, ગુજરાતે ૬ બૉલ પહેલાં ૨૦૫ રન કરી ૧૦ વિકેટે મૅચ જીતી લીધી
IPL 2025ની ૬૦મી મૅચમાં ગુજરાત ટાઇટન્સે ૧૦ વિકેટે દિલ્હી કૅપિટલ્સ સામે જીત નોંધાવી હતી. દિલ્હીએ કે. એલ. રાહુલની ૧૧૨ રનની ઇનિંગ્સના આધારે ૩ વિકેટે ૧૯૯ રન કર્યા હતા. ગુજરાતે પોતાનો ઓપનર્સ સાઈ સુદર્શન અને શુભમન ગિલની ઐતિહાસિક પાર્ટનરશિપના આધારે ૧૯ ઓવરમાં ૨૦૦ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ૨૦૦ કે એથી વધુ રનનો ટાર્ગેટ વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કરનાર ગુજરાત પહેલી ટીમ બની છે. ગુજરાત (૧૮ પૉઇન્ટ) સાથે ૧૭-૧૭ પૉઇન્ટ ધરાવતી બૅન્ગલોર અને પંજાબની ટીમે પણ પ્લેઑફમાં એન્ટ્રી મારી હતી.
ADVERTISEMENT
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર દિલ્હીએ સીઝનમાં સાતમી નવી ઓપનિંગ જોડી મેદાન પર ઉતારી હતી. ઓપનર ફાફ ડુ પ્લેસી (૧૦ બૉલમાં પાંચ રન) ફ્લૉપ રહ્યો હતો. ત્યાર બાદ અન્ય ઓપનર રાહુલે ૧૪ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૬૫ બૉલમાં ૧૧૨ રનની અણનમ ઇનિંગ્સ રમીને ટીમનું શાનદાર કમબૅક કરાવ્યું હતું. એ ગુજરાત સામે હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર પણ છે. રાહુલે બીજી વિકેટ માટે અભિષેક પોરેલ (૧૯ બૉલમાં ૩૦ રન) સાથે ૯૦ રનની પાર્ટનરશિપ કરી હતી. પર્પલ કૅપ હોલ્ડર પ્રસિદ્ધ ક્રિષ્ના (૪૦ રનમાં એક વિકેટ) સહિત ગુજરાતના ત્રણ બોલર્સને એક-એક વિકેટ મળી હતી.
૨૦૦ રનના ટાર્ગેટ સામે ગુજરાતના ઓપનર્સ સાઈ સુદર્શન (૬૧ બૉલમાં ૧૦૮ રન અણનમ) અને કૅપ્ટન શુભમન ગિલ (૫૩ બૉલમાં ૯૩ રન) ધમાકેદાર ઇનિંગ્સ રમીને દિલ્હીના બોલર્સને હંફાવ્યા હતા. તે બન્નેએ પહેલી વિકેટ માટે ૨૦૫ રનની ભાગીદારી કરીને ટીમને સરળ જીત અપાવી હતી. દિલ્હી માટે વર્તમાન સીઝનની પહેલી મૅચ રમી રહેલા ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન (૨૪ રનમાં ઝીરો વિકેટ) અને ટી. નટરાજન (૪૯ રનમાં ઝીરો વિકેટ) પણ પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યા નહોતા.
8000
આટલા T20 રન ફટકારનાર ફાસ્ટેસ્ટ ભારતીય બન્યો રાહુલ (૨૨૪ ઇનિંગ્સ), સ્ટાર બૅટર વિરાટ કોહલી (૨૪૩ ઇનિંગ્સ)નો રેકૉર્ડ તોડ્યો.
|
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
ગુજરાત |
૧૨ |
૯ |
૩ |
૦ |
+૦.૭૯૫ |
૧૮ |
|
બૅન્ગલોર |
૧૨ |
૮ |
૩ |
૧ |
+૦.૪૮૨ |
૧૭ |
|
પંજાબ |
૧૨ |
૮ |
૩ |
૧ |
+૦.૩૮૯ |
૧૭ |
|
મુંબઈ |
૧૨ |
૭ |
૫ |
૦ |
+૧.૧૫૬ |
૧૪ |
|
દિલ્હી |
૧૨ |
૬ |
૫ |
૧ |
+૦.૨૬૦ |
૧૩ |
|
કલકત્તા |
૧૩ |
૫ |
૬ |
૨ |
+૦.૧૯૩ |
૧૨ |
|
લખનઉ |
૧૧ |
૫ |
૬ |
૦ |
-૦.૪૬૯ |
૧૦ |
|
હૈદરાબાદ |
૧૧ |
૩ |
૭ |
૧ |
-૧.૧૯૨ |
૭ |
|
રાજસ્થાન |
૧૩ |
૩ |
૧૦ |
૦ |
-૦.૭૦૧ |
૬ |
|
ચેન્નઈ |
૧૨ |
૩ |
૯ |
૦ |
-૦.૯૯૨ |
૬ |
રાહુલની એક સેન્ચુરીથી બન્યા મોટા રેકૉર્ડ
ગઈ કાલે રાહુલે T20 કરીઅરની સાતમી અને IPLની પાંચમી સેન્ચુરી ફટકારી હતી. તે IPLમાં નૉટઆઉટ રહીને હાઇએસ્ટ પાંચ સેન્ચુરી ફટકારવાની સાથે વિકેટકીપર-બૅટર તરીકે પણ સૌથી વધુ ત્રણ સેન્ચુરી કરનાર પ્લેયર બન્યો હતો. તે આ ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સ (બે), લખનઉ સુપર જાયન્ટ્સ (બે) અને દિલ્હી કૅપિટલ્સ (એક) એમ ત્રણ ટીમ સામે સેન્ચુરી ફટકારનાર એકમાત્ર બૅટર બન્યો છે.


