IPL 2025ની ૬૦મી મૅચ આજે દિલ્હી કૅપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. વર્તમાન સીઝનની પહેલી ટક્કરમાં ગુજરાતે અમદાવાદમાં દિલ્હીની ટીમને સાત વિકેટે હરાવી હતી. બન્ને ટીમ વચ્ચે ૬ મૅચ રમાઈ છે જેમાં બન્નેએ ૩-૩ મૅચ જીતી છે.
કે. એલ. રાહુલ અને રાશિદ ખાન
IPL 2025ની ૬૦મી મૅચ આજે દિલ્હી કૅપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. વર્તમાન સીઝનની પહેલી ટક્કરમાં ગુજરાતે અમદાવાદમાં દિલ્હીની ટીમને સાત વિકેટે હરાવી હતી. બન્ને ટીમ વચ્ચે ૬ મૅચ રમાઈ છે જેમાં બન્નેએ ૩-૩ મૅચ જીતી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પણ બન્ને ટીમે બેમાંથી એક-એક મૅચ જીતી છે. ગુજરાત (૧૬ પૉઇન્ટ) આજે પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપનું સ્થાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જ્યારે દિલ્હી (૧૩ પૉઇન્ટ)એ પ્લેઑફમાં એન્ટ્રી માટે આગામી ત્રણેય મૅચ જીતવી જરૂરી છે.
છેલ્લી પાંચ મૅચમાંથી માત્ર એક જ જીત મેળવી શકનાર દિલ્હીના પ્લેયર્સ ખરાબ ફૉર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ સીઝનના તેમના સૌથી સફળ ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે (૧૪ વિકેટ) બાકીની સીઝન માટે પરત ન ફરવાનો નિર્ણય કર્યો છે. બંગલાદેશનો ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન મિચલ સ્ટાર્ક જેવી કમાલ કરીને દિલ્હીની વાપસી કરાવી શકે છે. દિલ્હીના આ સીઝનના હાઇએસ્ટ રન-સ્કોરર કે. એલ. રાહુલ (૩૮૧ રન)ને અનુભવી ઓપનર ફાફ ડુ પ્લેસીની વાપસીને કારણે સારી મદદ મળી રહેશે.
ગુજરાતના ટૉપ ઑર્ડર બૅટર સાઈ સુદર્શન (૫૦૯ રન), કૅપ્ટન શુભમન ગિલ (૫૦૮ રન) અને જોસ બટલર (૫૦૦ રન) ઑરેન્જ કૅપની રેસમાં ટૉપ-ફાઇવ પ્લેયર્સમાં છે, જ્યારે પર્પલ કૅપની રેસમાં તેમના ફાસ્ટ બોલર્સ પ્રસિદ્ધ ક્રિષ્ના (૨૦ વિકેટ), મોહમ્મદ સિરાજ (૧૫ વિકેટ) અને સ્પિનર સાઈ કિશોર (૧૪ વિકેટ) વિરોધીઓને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. તેમના શાનદાર પ્રદર્શનને કારણે ગુજરાત છેલ્લી પાંચમાંથી માત્ર એક મૅચ હાર્યું છે. મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી. દિલ્હીના સ્ટાર બૅટર કે. એલ. રાહુલે પણ નેટ-સેશન દરમ્યાન શાનદાર શૉટ ફટકારવાની પ્રૅક્ટિસ કરી. અમદાવાદથી દિલ્હીના ટ્રાવેલિંગ દરમ્યાન લિટલ ફૅન સાથે સેલ્ફી પડાવ્યો અફઘાની સ્પિનર રાશિદ ખાને.
|
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૬ |
|
GTની જીત |
૩ |
|
DCની જીત |
૩ |
ADVERTISEMENT


