ગુજરાતના પ્લેયર્સના નામે થઈ ઑરેન્જ-પર્પલ કૅપ, ધોની ઍન્ડ કંપની જીતી ફેર પ્લે અવૉર્ડ
૧૪ વર્ષનો વૈભવ સૂર્યવંશી બેસ્ટ સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને કાર જીત્યો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલ બાદ આખી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર પ્લેયર્સને અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં રાજસ્થાન રૉયલ્સના ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીને સુપર સ્ટ્રાઇકર ઑફ ધ સીઝનનો અવૉર્ડ મળ્યો હતો. ૨૦૬.૫૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરવા બદલ તેને કાર ઇનામરૂપે મળી છે. જોકે ૧૪ વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ-લાઇસન્સ વગર તે આ કાર ચલાવી શકશે નહીં. ચાર વર્ષ બાદ જ તે પોતાની આ પહેલી કારને ચલાવવાનો આનંદ માણી શકશે. ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન (૭૫૯ રન) અને પ્રસિદ્ધ ક્રિષ્ના (પચીસ વિકેટ)એ અનુક્રમે ઑરેન્જ કૅપ અને પર્પલ કૅપ અવૉર્ડ જીત્યો હતો. એમ. એસ. ધોનીની ટીમે સૌથી પ્રામાણિકતાથી ક્રિકેટ રમવા બદલ ફેર પ્લે અવૉર્ડ જીત્યો હતો.
ADVERTISEMENT
પોતાના અવૉર્ડ સાથે અમદાવાદના મેદાનમાં ફોટો માટે પોઝ આપ્યો સાઈ સુદર્શને.
કોને ક્યો અવૉર્ડ મળ્યો?
શ્રેષ્ઠ પિચ અને ગ્રાઉન્ડ અવૉર્ડઃ દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (૫૦ લાખ રૂપિયા)
ઇમર્જિંગ પ્લેયર : સાઈ સુદર્શન (૨૦ લાખ રૂપિયા)
મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર : સૂર્યકુમાર યાદવ (૧૫ લાખ રૂપિયા)
ઑરેન્જ કૅપ વિજેતા : સાઈ સુદર્શન (૧૦ લાખ રૂપિયા)
પર્પલ કૅપ વિજેતા : પ્રસિદ્ધ ક્રિષ્ના (૧૦ લાખ રૂપિયા)
બેસ્ટ કૅચ : કમિન્દુ મેન્ડિસ (૧૦ લાખ રૂપિયા)
સૌથી વધુ ડૉટ બૉલ : મોહમ્મદ સિરાજ (૧૫૧ ડૉટ) (૧૦ લાખ રૂપિયા)
સૌથી વધુ ફોર : સાઈ સુદર્શન (૮૮ ફોર) (૧૦ લાખ રૂપિયા)
સૌથી વધુ સિક્સ : નિકોલસ પૂરન (૪૦ સિક્સ) (૧૦ લાખ રૂપિયા)
સૌથી વધુ ફૅન્ટસી પૉઇન્ટ : સાઈ સુદર્શન (૧૦ લાખ રૂપિયા)
સુપર સ્ટ્રાઇકર : વૈભવ સૂર્યવંશી (૧૦ લાખ રૂપિયા અને કાર)
ફેરપ્લે અવૉર્ડ : ચેન્નઈ સુપર કિંગ્સ (૧૦ લાખ રૂપિયા)
હાઇએસ્ટ ફોર, સિક્સ અને ૨૦૦ પ્લસ રનના સ્કોરવાળી સીઝન રહી IPL 2025
1294
આટલા હાઇએસ્ટ સિક્સ સાથે ૨૦૨૪ના ૧૨૬૦ સિક્સનો રેકૉર્ડ તૂટ્યો
143
આટલી ફિફ્ટી સાથે ૨૦૨૩ની હાઇએસ્ટ ૧૪૧ ફિફ્ટીનો રેકૉર્ડ તૂટ્યો
178
આટલી હાઇએસ્ટ ૫૦ પ્લસ રનની પાર્ટનરશિપ થઈ, ૨૦૨૩નો ૧૬૯ વખતનો રેકૉર્ડ તૂટ્યો
52
આટલી વાર આ સીઝનમાં ૨૦૦ પ્લસ રન બન્યા. એક સીઝનનો સૌથી વધુનો ૨૦૨૪નો ૪૧ વારનો રેકૉર્ડ તૂટ્યો
9
આટલી વાર હાઇએસ્ટ ૨૦૦ પ્લસ રનના ટાર્ગેટ ચેઝ થયા, ૨૦૨૩નો ૮ વારનો રેકૉર્ડ તૂટ્યો
8
આટલી વાર એક T20 ટુર્નામેન્ટમાં ૨૦૦ પ્લસ રનનો સ્કોર કરવાનો રેકૉર્ડ કર્યો પંજાબ અને ગુજરાતની ટીમે
2245
આટલા હાઇએસ્ટ ફોર સાથે ૨૦૨૩નો ૨૧૭૪ ફોરનો રેકૉર્ડ તૂટ્યો

