Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પોતાના મિત્ર એ.બી. ડિવિલિયર્સને કઈ બાબતમાં પછાડ્યો કોહલીએ?

પોતાના મિત્ર એ.બી. ડિવિલિયર્સને કઈ બાબતમાં પછાડ્યો કોહલીએ?

30 April, 2024 07:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિસ ગેઇલ ૩૫૭ સિક્સર સાથે આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે.

વિરાટ કોહલી , એ.બી. ડિવિલિયર્સ

વિરાટ કોહલી , એ.બી. ડિવિલિયર્સ


રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાના જૂના મિત્ર એ.બી. ડિવિલિયર્સને સૌથી વધારે સિક્સર ફટકારવાના રેકૉર્ડમાં પછાડ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામે ૪૪ બૉલમાં ૬ સિક્સર અને ૩ ચોગ્ગાની મદદથી ૭૦ રન ફટકારીને તેણે IPL 2024માં ૫૦૦ રન પૂરા કર્યા હતા. IPL ઇતિહાસમાં ૨૫૦ સિક્સર ફટકારનાર ચોથા ક્રિકેટર બનવાની સાથે વિરાટ કોહલી (૨૫૪ સિક્સર)એ ડિવિલિયર્સ (૨૫૧ સિક્સર)ને પાછળ છોડી સૌથી વધારે IPL સિક્સર ફટકારનારા ક્રિકેટર્સના લિસ્ટમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. ક્રિસ ગેઇલ ૩૫૭ સિક્સર સાથે આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. ૧૪૭.૪૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી રહેલો કિંગ કોહલી આ સીઝનમાં જ રોહિત શર્મા (૨૭૫ સિક્સર)ને પછાડી બીજું સ્થાન મેળવે એ વાતમાં કોઈ નવાઈ નહીં.

IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બૅટ્સમેન

ક્રિસ ગેઇલ

૩૫૭

રોહિત શર્મા

૨૭૫

વિરાટ કોહલી

૨૫૪

એે.બી. ડિવિલિયર્સ

૨૫૧

એમ. એસ. ધોની

૨૪૭


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK