તે જે રીતે લખોટી પર નિશાન તાકી રહ્યો છે એને જોઈને લાગી રહ્યું છે કે તેને લાંબા સમયથી આ રમતનો અનુભવ છે.
રિષભ પંત
કાર-ઍક્સિડન્ટ બાદ ઈજામાંથી રિકવર થઈ રહેલા રિષભ પંતનું એક નવું રૂપ જોવા મળ્યું છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વિડિયોમાં પંત રસ્તા પર બાળકો સાથે લખોટી રમતો જોવા મળી રહ્યો છે. તે જે રીતે લખોટી પર નિશાન તાકી રહ્યો છે એને જોઈને લાગી રહ્યું છે કે તેને લાંબા સમયથી આ રમતનો અનુભવ છે. વિડિયોની કૅપ્શન પરથી જાણવા મળ્યું કે તે લાંબા સમય બાદ પાડોશીઓ સાથે આ રમત રમ્યો હતો. જોકે વિડિયોમાં પંતનો ચહેરો કપડાથી ઢંકાયેલો છે.