Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024: હાર્દિક પંડ્યા પર MIની હારનું ઠીકરું? ફરી કૅપ્ટન બનશે રોહિત શર્મા?

IPL 2024: હાર્દિક પંડ્યા પર MIની હારનું ઠીકરું? ફરી કૅપ્ટન બનશે રોહિત શર્મા?

29 March, 2024 08:01 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સની પરાજયનું ઠીકરું પણ હાર્દિક પંડ્યાની કૅપ્ટનશિપ પર ફોડવામાં આવી રહ્યું છે આની સાથે જ અટકળો છે કે રોહિત શર્માને સુકાની પદ સોંપાઈ શકે છે, જાણો વિગતે...

હાર્દિક પાંડ્યા

હાર્દિક પાંડ્યા


Hardik Pandya`s Struggles as MI Captain: જ્યારથી હાર્દિક પાંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સનું સુકાની પદ સંભાળ્યું છે, ત્યારથી ન તો તેમની સાથે કે ન તો તેમની ટીમ સાથે કંઈ સારું થઈ રહ્યું છે. એમઆઈ આઈપીએલ 2024ની શરૂઆતની બે મેચ હારીને પૉઈન્ટ્સ ટેબલ પર સૌથી નીચે 9મા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સને પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો જેમાં ક્રિકેટ દિગ્ગજોએ એ કહીને હાર્દિક પાંડ્યાને માથે પરાજયનું ઠીકરું ફોડ્યું હતું કે કૅપ્ટન પોતે ડગઆઉટમાં બેસીને ટીમ ડેવિડને કેવી રીતે બેટિંગ માટે મોકલી શકે છે? તો હવે સનસાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં પણ તેને મુંબઈ ઈન્ડિયન્સની પરાજયનું કારણ કહી રહ્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 278 રનના ટારગેટને પામવાનો પ્રયત્ન કરતી વખતે, જ્યાં મુંબઈ ઇન્ડિયન્સના દરેક બેટ્સમેન 200ની આસપાસ સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે કેપ્ટન પંડ્યાનો સ્ટ્રાઇક રેટ માત્ર 120 હતો. ઇનિંગની 11મી ઓવરમાં હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 20 બોલમાં 1 ફોર અને એક સ્કાયસ્ક્રેપર સિક્સરની મદદથી 24 રનની ઇનિંગ રમી હતી. પંડ્યાએ ઇનિંગ્સના પ્રથમ ચાર બોલમાં આ બે બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યાર બાદ, તે પછીના 20 બોલમાં બાઉન્ડ્રી લાઇનની પાર એક પણ બોલ પહોંચાડી શક્યો નહોતો. (Hardik Pandya`s Struggles as MI Captain)



ઈરફાન પઠાણે `X` પર હાર્દિક પંડ્યાની બેટિંગને લઈને લખ્યું, `જો આખી ટીમ 200ની સ્ટ્રાઈક સાથે રમી રહી હોય તો કેપ્ટન 120ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી શકે નહીં.`



આ સિવાય ઈરફાન પઠાણે પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે લખ્યું, `હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી એકદમ સામાન્ય દેખાતી હતી. જ્યારે નરસંહાર ચાલી રહ્યો હતો ત્યારે બુમરાહને આટલા લાંબા સમય સુધી દૂર રાખવો મારી સમજની બહાર હતું.

જસપ્રીત બુમરાહે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોઈ વિકેટ લીધા વિના 4 ઓવરના ક્વોટામાં 36 રન આપ્યા હતા. તે MI માટે સૌથી મહત્ત્વનો બોલર સાબિત થયો. હાર્દિક પંડ્યાએ પાવરપ્લેમાં બુમરાહને એક ઓવર અને અડધી ઇનિંગ પછી બીજી ત્રણ ઓવર બોલિંગ કરાવી હતી. (Hardik Pandya`s Struggles as MI Captain)

સમય બદલાતા સમય લાગતો નથી. થોડા દિવસો પહેલા હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા મોકલી રહ્યો હતો. હવે પછીની મેચમાં, જ્યારે ટીમ ગંભીર મુશ્કેલીમાં હતી, ત્યારે અનુભવી રોહિત શર્માએ જવાબદારી પોતાના હાથમાં લીધી અને હાર્દિક પંડ્યાને પોતાની રીતે ફિલ્ડ સેટ કરતી વખતે ડીપ ફિલ્ડિંગ કરવાનો આદેશ આપ્યો. હકીકતે, સનરાઇઝર્સ હૈદરાબાદે ગઇકાલે રાત્રે આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવીને મુંબઇ ઇન્ડિયન્સના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી દીધું હતું.

Hardik Pandya`s Struggles as MI Captain: આ શરમજનક હાર બાદ ટીમના માલિક અને વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી રોહિત શર્મા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. રોહિત શર્મા એ જ વ્યક્તિ છે જેની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ એક કે બે વાર નહીં પરંતુ પાંચ વખત ફાઇનલમાં જીત્યું છે. આ સિઝન પહેલા, રોહિત શર્માને અચાનક કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો અને બીજી ટીમમાંથી લાવવામાં આવેલા હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જેના પછી સમગ્ર વિશ્વમાં મુંબઈ ઇન્ડિયન્સના ચાહકોમાં ભારે નારાજગી છે. અમદાવાદમાં રમાયેલી પ્રથમ મેચ બાદ હવે હૈદરાબાદમાં પણ હાર્દિક પંડ્યાને સ્ટેડિયમની અંદર બૂમાબૂમનો સામનો કરવો પડ્યો હતો.

આ સિવાય હાર્દિક પંડ્યા પોતાની રમતમાં પણ પ્રભાવ પાડી શક્યો નથી. તેનો દરેક નિર્ણય વિપરીત સાબિત થઈ રહ્યો છે. તે ચોથી ઓવરમાં પહેલી વાર બુમરાહને ફીલ્ડ પર મોકલે છે, ત્યાં સુધીમાં હૈદરાબાદના સ્કોરબોર્ડ પર 40 રન થઈ ગયા હતા. એટલું જ નહીં, મુંબઈ માટે જ્યાં ઈશાન કિશન 261.53, રોહિત શર્મા 216.66, નમન ધીર 214.28, ટિમ ડેવિડ 190.90ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી ત્યાં, હાર્દિક પંડ્યા 20 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો અને માત્ર 120ના સ્ટ્રાઈક રેટ સાથે રમ્યો જે દરેકને સમજથી પરે લાગ્યું.

સીઝન

ટીમ

કૅપ્ટન

કારણ

નવા કૅપ્ટન

૨૦૦૮

ડેક્કન ચાર્જર્સ

વીવીએસ લક્ષ્મણ

ઈજા

ઍડમ ગિલક્રિસ્ટ

૨૦૧૩

મુંબઈ ઇન્ડિયન્સ

રિકી પૉન્ટિંગ

ખરાબ પ્રદર્શન

રોહિત શર્મા

૨૦૧૮

દિલ્હી ડેરડેવિલ્સ

ગૌતમ ગંભીર

ખરાબ પ્રદર્શન

શ્રેયસ ઐયર

૨૦૧૯

રાજસ્થાન રૉયલ્સ

અજિંક્ય રહાણે

ખરાબ પ્રદર્શન

સ્ટીવ સ્મિથ

૨૦૨૦

કોલકાતા નાઇટ રાઇડર્સ

દિનેશ કાર્તિક

ખરાબ પ્રદર્શન

ઓઇન મૉર્ગન

૨૦૨૧

સનરાઇઝર્સ હૈદરાબાદ

ડેવિડ વૉર્નર

ખરાબ પ્રદર્શન

કેન વિલિયમસન

૨૦૨૨

ચેન્નઈ સુપર કિંગ્સ

રવીન્દ્ર જાડેજા

ખરાબ પ્રદર્શન

એમએસ ધોની

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2024 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK