Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે કલકત્તા સામે લખનઉ અને પંજાબ સામે ચેન્નઈ લઈ શકશે સીઝનની પ્રથમ હારનો બદલો?

આજે કલકત્તા સામે લખનઉ અને પંજાબ સામે ચેન્નઈ લઈ શકશે સીઝનની પ્રથમ હારનો બદલો?

05 May, 2024 08:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪ દિવસ પહેલાં ચેપૉકમાં પંજાબ સામે ૭ વિકેટે હારનાર ચેન્નઈ પર આજે સતત બીજી હારનો ખતરો છે.

લખનઉમાં મૅચની પૂર્વસંધ્યાએ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન લખનઉનો કૅપ્ટન કે. એલ. રાહુલ.

લખનઉમાં મૅચની પૂર્વસંધ્યાએ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન લખનઉનો કૅપ્ટન કે. એલ. રાહુલ.


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે ધરમશાલામાં પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ તથા લખનઉમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બીજો જંગ જામશે. અંતિમ મૅચ જીતીને આવેલી પંજાબ, કલકત્તા અને  લખનઉની ટીમ જીતનો લય જાળવી રાખવા મેદાન પર ઊતરશે, જ્યારે ચેન્નઈ જીતના ટ્રૅક પર પરત ફરીને પ્લેઑફની રેસમાં બની રહેવાનો પ્રયાસ કરશે.

૪ દિવસ પહેલાં ચેપૉકમાં પંજાબ સામે ૭ વિકેટે હારનાર ચેન્નઈ પર આજે સતત બીજી હારનો ખતરો છે. કૅપ્ટન ઋતુરાજ સામે આજે નબળા પડેલા બોલિંગ યુનિટ માટે નવા વિકલ્પ શોધવાનો પડકાર રહેશે. ચેન્નઈ ૧૦ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં હાલમાં પાંચમા ક્રમે છે. શિખર ધવનની ગેરહાજરીમાં કૅપ્ટન સૅમ કરૅન આજે પંજાબને જીતની હૅટ-ટ્રિક સાથે પ્લેઑફની વધુ નજીક લઈ જવાનો ભરપૂર પ્રયાસ કરશે. ૮ પૉઇન્ટ સાથે સાતમા ક્રમની પંજાબની ટીમના બૅટર્સની જેમ બોલર્સે પણ આજે વધારે સારું પ્રદર્શન કરવું પડશે.



૧૪ એપ્રિલે કલકત્તા સામે ૮ વિકેટે મળેલી હારનો બદલો લેવા કૅપ્ટન કે.એલ. રાહુલની ટીમ આજે સજ્જ હશે. કલકત્તા ૧૪ પૉઇન્ટ અને લખનઉ ૧૨ પૉઇન્ટ સાથે પ્લેઑફની રેસમાં આગળ ચાલી રહ્યા છે. હોમગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવી કલકત્તાને જીતની હૅટ-ટ્રિક કરતા રોકી લખનઉ પાસે પ્લેઑફની રેસમાં સારા રન-રેટ સાથે આગળ વધવાની સારી તક છે. સ્પીડ-કિંગ મયંક યાદવ આજે રમશે તો સુપર જાયન્ટ્સનું બોલિંગ યુનિટ વધુ મજબૂત બનશે. બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેય વિભાગમાં સારું પ્રદર્શન કરી રહેલી બન્ને ટીમ પ્લેઑફની મૅચ માટે પ્લેઇંગ ઇલેવનનું બેસ્ટ કૉમ્બિનેશન સેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.


પંજાબ પાસે હેડ ટુ હેડ રેકૉર્ડ બરાબર કરવાની તક 
કુલ મૅચ - ૨૯ 
ચેન્નઈની જીત - ૧૫ 
પંજાબની જીત - ૧૪ 

લખનઉ પાસે હેડ ટુ હેડ રેકૉર્ડ વધુ મજબૂત કરવાની તક
કુલ મૅચ - ૦૪ 
લખનઉની જીત - ૦૩ 
કલકત્તાની જીત – ૦૧


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK