જોકે દિલ્હીને રહીસહી આબરૂ બચાવવા આજે ધરમશાલામાં જીતવું જ છે
હિમાચલ પ્રદેશનું ધરમશાલા હોમ-ગ્રાઉન્ડ
૨૦૧૪માં કિંગ્સ ઇલેવન પંજાબ આઇપીએલના પ્લે-ઑફમાં પહોંચ્યું ત્યાર પછી નવા નામ સાથે રમી રહેલી પંજાબ કિંગ્સની ટીમ ક્યારેય લાસ્ટ-ફોરમાં નથી પહોંચી એટલે આ વખતે રહ્યોસહ્યો જે મોકો મળ્યો છે એ શિખર ધવનની ટીમ ગુમાવવા નથી માગતી. પૉઇન્ટ્સ-ટેબલમાં આઠમા નંબરની પંજાબની ટીમ માટે હિમાચલ પ્રદેશનું ધરમશાલા હોમ-ગ્રાઉન્ડ છે અને ત્યાં આજે એનો મુકાબલો દિલ્હી કૅપિટલ્સ સામે છે. દિલ્હીની ટીમ પ્લે-ઑફ માટેની રેસની બહાર થઈ ચૂકી હોવાથી આજની મૅચ માત્ર ઔપચારિકતા માટે, પરંતુ રહીસહી આબરૂ બચાવવા તેઓ રમશે.
10
ધરમશાલામાં આટલાં વર્ષે ફરી આઇપીએલની મૅચ રમાવાની છે. છેલ્લે ૨૦૧૩માં અહીં પંજાબ-મુંબઈની મૅચ રમાઈ હતી, જેમાં પંજાબ વતી રમનાર પાકિસ્તાનનો અઝહર મહમૂદ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
ADVERTISEMENT
4
દિલ્હીનો કૅપ્ટન વૉર્નર પંજાબના આટલા બોલર સામે ક્યારેય આઉટ નથી થયો અને એમાં અર્શદીપ, રાહુલ ચાહર, રિશી ધવન અને નૅથન એલિસનો સમાવેશ છે.
2
પંજાબ કિંગ્સની ટીમ ૨૦૧૫ની સાલ પછી માત્ર આટલી વાર ૧૪માંથી ૭ લીગ મૅચ જીતી શક્યું છે. આ વખતે એની ૧૨માંથી ૬ જીત અને ૬ હાર છે.
| આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં? | ||||||
| નંબર | ટીમ | મૅચ | જીત | હાર | પૉઇન્ટ | રનરેટ |
| ૧ | ગુજરાત | ૧૩ | ૯ | ૪ | ૧૮ | +૦.૮૩૫ |
| ૨ | ચેન્નઈ | ૧૩ | ૭ | ૫ | ૧૫ | +૦.૩૮૧ |
| ૩ | મુંબઈ | ૧૨ | ૭ | ૫ | ૧૪ | -૦.૧૧૭ |
| ૪ | લખનઉ | ૧૨ | ૬ | ૫ | ૧૩ | +૦.૩૦૯ |
| ૫ | બેંગ્લોર | ૧૨ | ૬ | ૬ | ૧૨ | +૦.૧૬૬ |
| ૬ | રાજસ્થાન | ૧૩ | ૬ | ૭ | ૧૨ | +૦.૧૪૦ |
| ૭ | કલકત્તા | ૧૩ | ૬ | ૭ | ૧૨ | -૦.૨૫૬ |
| ૮ | પંજાબ | ૧૨ | ૬ | ૬ | ૧૨ | -૦.૨૬૮ |
| ૯ | હૈદરાબાદ | ૧૨ | ૪ | ૮ | ૮ | -૦.૫૭૫ |
| ૧૦ | દિલ્હી | ૧૨ | ૪ | ૮ | ૮ | -૦.૬૮૬ |
| નોંધ ઃ તમામ આંકડા ગઈ કાલની મુંબઈ-લખનઉ મૅચ પહેલાંના છે. | ||||||


