તે આ ટાઇટલ જીત્યો એનો મને બેહદ આનંદ છે. તેની સામે હારવામાં હું કોઈ જ નાનપ કે શરમ નથી અનુભવતો. - પંડ્યા
સોમવારે ફાઇનલ પહેલાં ટૉસ વખતે હરીફ કૅપ્ટનો હાર્દિક અને ધોની ખૂબ મજાકના મૂડમાં હતા. તેમની પાછળ મૅચ-રેફરી જાવાગલ શ્રીનાથ ઊભા હતા. તસવીર એ.એફ.પી.
‘પાંચમી વખત ચૅમ્પિયન બનવાનું ધોનીના ભાગ્યમાં અહીં જ લખાયું હશે એટલે તેની જ ટીમ આ ફાઇનલ જીતી. તે આ ટાઇટલ જીત્યો એનો મને બેહદ આનંદ છે. તેની સામે હારવામાં હું કોઈ જ નાનપ કે શરમ નથી અનુભવતો. કહેવાય છેને કે સારા લોકો સાથે બધું સારું જ બનતું હોય છે. હું જે પણ શ્રેષ્ઠ લોકોને જાણું છું એમાં ધોનીનો સમાવેશ અચૂક કરું. ઈશ્વરની તેના પર ખૂબ કૃપા છે. ભગવાનની મારા પર પણ ઘણી મહેરબાની છે, પણ આજની રાત ધોનીની હતી.’

ADVERTISEMENT
ચેન્નઈના ચૅમ્પિયનોએ ધોનીની પુત્રી ઝિવા (ડાબે) તેમ જ બીજી બાળકીઓને ઊભી રાખીને ટ્રોફી સાથે યાદગાર ફોટો પડાવ્યો હતો. તસવીર iplt20.com


