Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિડલ ઑર્ડરમાં જાધવ બનશે હૈદરાબાદનો એક્સ-ફૅક્ટર?

મિડલ ઑર્ડરમાં જાધવ બનશે હૈદરાબાદનો એક્સ-ફૅક્ટર?

05 April, 2021 01:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોટા ભાગે ટૉપ-ઑર્ડર પર નિર્ભર વૉર્નરસેનાની નૈયા છેલ્લા કેટલાક સમયથી કાંઠે આવીને ડૂબી જાય છે, પણ આ વખતે આ સમસ્યામાંથી બહાર આવવા કંઈક નવી તરકીબ લાગુ થશે

કેદાર જાધવ

કેદાર જાધવ


 

છેલ્લાં પાંચ વર્ષથી આઇપીએલમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતી સનરાઇઝર્સ હૈદરાબાદ આ વખતે પોતાનામાં જરૂરી સુધારા કરીને ટુર્નામેન્ટનું ટાઇટલ જીતવા મથામણ કરતી જોવા મળી શકશે. ખાસ કરીને ટીમ પોતાના મિડલ ઑર્ડરમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ૨૦૧૬માં ડેવિડ વૉર્નરની કપ્તાનીમાં જીત્યા બાદ હૈદરાબાદે પ્લે-ઑફમાં સારું પ્રદર્શન કર્યું હોવા છતાં ટૉપમાં આવવા ખાસ્સી મહેનત કરવી પડે છે.



૨૦૧૭માં તેઓ એલિમિનેટરમાં કલકત્તા સામે હારી ગયા હતા, જ્યારે ૨૦૧૮માં ફાઇનલમાં ચેન્નઈ સામે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૯ અને ૨૦૨૦માં હૈદરાબાદ દિલ્હી સામે અનુક્રમે એલિમિનેટર અને ક્વૉલિફાયર-2માં હારી ગઈ હતી. આ વર્ષે થયેલા મિની ઑક્શનમાં હૈદરાબાદ ખાસ ઍક્ટિવ નહોતી જોવા મળી, પણ પોતાના માટે કેટલાક બૅકઅપ ઑપ્શન તૈયાર કરવા પર તેમણે વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હૈદરાબાદનો પહેલો મુકાબલો કલકત્તા સાથે ૧૧ એપ્રિલે ચેન્નઈમાં થવાનો છે.


તાકાત

હૈદરાબાદની સૌથી મોટી તાકાત છે એનો જબરદસ્ત ટૉપ ઑર્ડર. ડેવિડ વૉર્નર, જૉની બેરસ્ટૉ, જેસન રૉય, કેન વિલિયમસન, મનીષ પાન્ડે અને વૃદ્ધિમાન સહા જેવા ધુઆંધાર બૅટ્સમૅન હૈદરાબાદને મોટો સ્કોર ઊભો કરવામાં મદદરૂપ થઈ શકે છે. ટૉપ ઑર્ડરમાં આ ચાર વિદેશી ખેલાડીઓથી માંડીને રાશિદ ખાન અને જેસન હોલ્ડર જેવા અનુભવી ખેલાડીઓ પણ ટીમને મદદરૂપ થઈ શકે છે.


બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ટીમ પાસે ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, મુજીબુર રહેમાન અને યૉર્કર કિંગ ટી. નટરાજનનો વિકલ્પ ઉપલબ્ધ છે.

નબળાઈ

ટીમ પાસે કોઈ સારો ફિનિશર ન હોવો એ તેની સૌથી મોટી નબળાઈ છે. યુએઈમાં ટીમનો મિડલ ઑર્ડર પડી ભાંગતાં તેમણે વિલિયમસનના અનુભવ પર આધાર રાખવો પડ્યો હતો. આ વખતે ટીમે કેદાર જાધવને ખરીદ્યો હોવાથી તે ટીમને કેટલો મદદરૂપ થઈ શકે છે એ જોવા જેવું રહેશે.

તક

એક બાજુ જ્યાં હૈદરાબાદ પાસે વિદેશી પ્લેયરોની સારી સ્ક્વૉડ ઉપલબ્ધ છે ત્યાં જો વૃદ્ધિમાન સહાને બૅટિંગ ઑર્ડરમાં પ્રમોટ કરવામાં આવે અને કેદાર જાધવને પણ જો પૂરતી તક આપવામાં આવે તો ટીમ માટે ક્યાંક આ વધારે સબળ પાસું બની શકે છે. ભારતીય ટીમના સિલેક્ટરોની નજરમાં આવવા મનીષ પાન્ડે માટે પણ આ સારી તક બની રહેશે.

કમજોર કડી

હૈદરાબાદને રનનો પહાડ ઊભો કરવા માટે મોટા ભાગે પોતાના ટૉપ ઑર્ડર પર આધાર રાખવો પડે છે. વૉર્નર, બેરસ્ટૉ, મનીષ પાન્ડે અને વિલિયમસન ફેલ થતાં ટીમના મિડલ તેમ જ લોઅર ઑર્ડર પર વધારે દબાણ આવી શકે શકે છે અને એવામાં બોલિંગ ડિપાર્ટમેન્ટે ખાસ્સી મહેનત કરવાનો વારો આવે છે.

હૈદરાબાદ-સ્ક્વૉડ

ડેવિડ વૉર્નર (કૅપ્ટન), કેન વિલિયમસન, વિરાટ સિંહ, મનીષ પાન્ડે, પ્રિયમ ગર્ગ, વૃદ્ધિમાન સહા, જૉની બેરસ્ટૉ, જેસન રૉય, શ્રીવત્સ ગોસ્વામી, વિજય શંકર, મોહમ્મદ નબી, કેદાર જાધવ, જગદીશ સુચિત, જેસન હોલ્ડર, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, ટી. નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બસિલ થમ્પી, શાહબાઝ નદીમ, મુજીબુર રહેમાન

Schedule

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2021 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK